Junagadh તા.6
માળીયા હાટીના ખોરાસા ગીર સબ ડીવીઝન પીજીવીસીએલના નાયબ ઈજનેરને કાલીંભડા ગામના ઉપ સરપંચે મોબાઈલ ઉપર ના.ઈજનેરને ભુંડીગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી લાઈટ કેમ નથી તેમ કહી તે બાબતે ફોનમાં માથાકૂટ કર્યાની ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદી માલદેભાઈ ગોવીંદભાઈ બાકુ (ઉ.38) રે. જેપુર ગીર હાલ ખોરાસા પીજીવીસીએલ ખાતે નાયબ ઈજનેર તરીકે નોકરી કરતા હોય ગઈકાલે બપોરના એકને પચાસ મીનીટે કોડીનાર કોર્ટની મુદત પૂર્ણ કરી પરત ફરતા હતા.
ત્યારે લાડુળી ગામ નજીક પહોંચેલ ત્યારે કાલીંભડા ગામના ઉપસરપંચ રામભાઈએ તેના મોબાઈલ નં. 9979791599માંથી માલદેભાઈ બાકુના મોબાઈલ નં. 9227725476 સરકારી મોબાઈલમાં લાઈટ કેમ નથી તેમ કહી ભુંડી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા માળીયા પોલીસે તપાસ હાથ ધરી છે.