Gondal,તા.4
ગોંડલ સ્થાનકવાસી જૈન સંઘની કમીટીની મીટીંગ ગત. 27 ના રોજ યોજાઈ હતી પ્રમુખે પોતાની વોટ બેંક ઉભી કરવા માટે બહારના લોકોને સભ્યો બનાવવાની પેરવી કરી રહ્યા હતા ત્યારે અન્ય કમીટીના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો સભ્ય પદેથી ચાર લોકોએ રાજીનામા ધરી દેતા જૈન સમાજમાં ચર્ચાનો વિષય બન્યો હતો
ગોંડલ સ્થાનકવાસી જૈન સંઘની કારોબારીની મીટીંગ મોટીબજાર સંધાણી શેરીની ઓફિસ ખાતે પ્રમુખ અશોકભાઇ રમણીકભાઇ કોઠારી ના અધ્યક્ષ સ્થાને ગત.તા. 27 ના રોજ યોજાઈ હતી કારોબારી મીટીંગમા પ્રમુખે પોતાની મનમાની ચલાવતાં હોય બહારના લોકોને કમીટીના સભ્યો બનાવવાની પેરવી કરતા હતા.
બહુમતીના જો હુકમી ચલાવતાં કમીટીના સભ્યો બીપીનભાઈ આશરા ગીરીશભાઈ બાવીશી ગૌરવભાઈ બાવીશી અશોકભાઈ પઢીયારે જોહુકમી સામે રાજીનામા ધરી દેતા જૈન સમાજમાં ચર્ચાનો વિષય બન્યો હતો
–