Islamabad તા.7
પાકિસ્તાનના સૈન્ય નેતૃત્વ સાથે અમેરિકાની દોસ્તી સતત મજબૂત થતી જોવા મળી રહી છે. તેનું પરિણામ છે કે, પાકિસ્તાની સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર ફરી એકવાર અમેરિકાનો પ્રવાસ કરનાર છે.
જનરલ મુનીર આ સપ્તાહના આખરમાં અમેરિકી સેન્ટર કમાન્ડના કમાનમાં ફેરફારમાં સામેલ થશે. ઉલ્લેખનીય છે કે, બે મહિનાથી પણ ઓછા સમયમાં આ મુનીરની બીજી વોશિંગ્ટન યાત્રા છે.
આ પહેલા જૂનમાં મુનીરે વોશિંગ્ટન યાત્રા કરી હતી. જયાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે બંધ રૂમમાં લંચ પર તેમની યજમાની કરી હતી.