Gandhinagar,તા.07
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારે લીધેલા નિર્ણયની માહિતી શ્રી આપતાં પ્રવક્તા મંત્રી પ્રવક્તા મંત્રી ૠષિકેશ પટેલે કહ્યું હતું કે, વરસાદ લંબાવાને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અને લોકોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને નર્મદાના વધારાના પાણીમાંથી સૌની યોજના મારફતે પાણીનો જથ્થો આપવાનો નિર્ણય કરાયો છે.
રાજ્યના નાગરિકો અને ખેડૂતોને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે, સમયસર પીવા તેમજ સિંચાઇનું પાણી મળી રહે તે માટે નર્મદાના વધારાના પાણીને સૌરાષ્ટ્રના નાગરિકોને સૌની યોજના મારફતે અપાશે. આ વર્ષે ગુજરાતના કેટલાક વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ જોવા મળ્યો છે.
જ્યારે અન્ય કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાયો છે. એવી જ રીતે ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારમાં વરસાદ ખેંચાયો છે એટલે ઉત્તર ગુજરાતના નાગરિકોની રજુઆત આવશે તો તેમને પણ પરિસ્થિત અને પાણીનાં જથ્થાને ધ્યાનમાં રાખીને સુજલામ સુફલામ મારફતે પાણી આપવામાં આવશે.