Amreli તા.7
જાફરાબાદ તાલુકાના મીઠાપુર ગામે રહેતા કરશનભાઈ માલાભાઈ ચૌહાણ નામના 60 વર્ષિય વેપારી કેબીનમાં ગત તા. 4ના રોજ રાત્રીના 11:30 વાગ્યાથી તા.પના રોજ સવારે 6 વાગ્યા દરમ્યાન કોઇપણ સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમે કેબીનમાં રાખેલ પૈસા રાખવાના ગલ્લામાંથી પરચુરણ નોટો તથા સીક્કા મળી આશરે રૂપિયા 4000ની રોકડ રકમ તેમજ તે જ ગામે રહેતા રમેશભાઇ મનુભાઇ જોગદીયાના રહેણાંક મકાનમાં પ્રવેશ કરી ઘરના રૂમમાં પડેલા પટારામાં રાખેલ રોકડા આશરે રૂપિયા 6000 મળી કુલ રૂપિયા 10,000 ની ચોરી કરી તેમજ તે જ ગામે રહેતા ધીરૂભાઇ ખોડાભાઇ ચૌહાણ તથા દિલુભાઇ ઓઢાભાઇ વરૂના ઘરે ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યાં અંગે વૃઘ્ધ વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરાર કેદી પકડાયો
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. વી.એમ. કોલાદરાને મળેલ બાતમીના આધારે સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પેરોલ ફર્લો સ્કવોર્ડ ટીમ લાઠી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે આ પાકા કામના કેદી લાઠી તાલુકાના દુધાળા ગામે વિસ્તારમાં પેરોલ ફરાર કેદીની તપાસમાં જતાં આ રાજકોટ મઘ્યસ્થ જેલમાંથી રજા પરથી ફરાર થયેલ પાકા કામના કેદીને સુરેશ ઓધડ શિંગાળાને હસ્તગત કરી તપાસ પુછપરછ કરી આગળની ઘટતી કાર્યવાહી કરી રાજકોટ મઘ્યસ્થ જેલને સોંપેલ તજવીજ કરેલ છે.