Keshod,તા.07
પ્રાપ્ત વિગતો મુજબ તા. ૧૧/૦૭/ર૦રપ ના રોજ મેંદરડા તાલુકાનાં માનપુર ગામે રહેણાંક મકાન માંથી ઈન્ગલીશ દારૂનો મોટો જથ્થો પકડાયેલ હતો. જે બાબતે પોલીસે માનપુર ગામનાં શખ્સ પરાગ પ્રવિણ સોંદરવા તથા મેંદરડાનાં શખ્સ પ્રિયાન ઉર્ફે ભોલો મકવાણા વિરૂધ્ધ દારૂ બંધીનાં કાયદાઓ સબંધી ગંભીર કલમો મુજબ ફરીયાદ કરેલ હતી. બાદમાં આરોપી પ્રિયાન ઉર્ફે ભોલો મકવાણાએ જાનાગઢની નામદાર સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરેલ હતી. જયાં સેસન્સ કોર્ટે આગોતરા જામીન આપવાનો ઈન્કાર કરી દીધેલ હતો. બાદમાં બન્ને આરોપીઓને સતત ડર અને ભય હતો કે પોલીસ કસ્ટડીમાં તેમની સાથે મારકુટ થાશે અને તેમનાં અધિકારોનું હનન થાશે.
આ માટે આરોપીઓએ વકીલશ્રી સુરેશ પરમારનો સંપર્ક કરેલ હતો. વકીલશ્રી સુરેશ પરમારે આરોપીઓને આશ્વાસન આપેલ હતું કે હકીકતમાં કાયદો આરોપીઓનું પણ રક્ષણ કરે છે અને આરોપીઓને કાયદાએ આપેલ તેમનાં હક્ક સમજાવ્યા હતાં.
બાદમાં આરોપીઓ પક્ષે સુરેશ પરમાર વકીલ તરીકે રોકાયને આરોપીઓને પોલીસ ને સોપવાને બદલે સીધા કોર્ટ સમક્ષ રજુ રેલ હતાં. જયાં તેઓએ રજુઆત કરેલ હતી કે જો આરોપીઓ સીધા પોલીસ પાસે રજુ થાય તો પોલીસ તેમને મારકુટ કરે તેમ હતા. વળી પોલીસ સ્ટેશનમાં આરોપીઓનાં અધિકારોનું રક્ષણ થઈ શકે તેમ ન હતું. આથી આરોપીઓ આપ નામદારને શરણે આવ્યા છે. વકીલે આરોપીઓનો મેડીકલ ટેસ્ટ કરાવવા પણ અરજ કરેલ હતી. બાદમાં નામદાર કોર્ટે પોલીસને જાણ કરેલ હતી અને પોલીસે આરોપીઓનો કબ્જો સંભાળેલ હતો. બીજા દિવસે પોલીસે આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરીને પ દિવસનાં રીમાંન્ડની માંગણી કરેલ હતી. જે બાબતે આરોપીઓનાં વકીલ સુરેશ પરમારે દલીલો કરેલ હતી અને આરોપીઓનાં રીમાન્ડ અરજી કોર્ટે નામંજુર કરેલ હતી.
ચુકાદા બાદ આરોપીનાં વકીલશ્રી સુરેશ પરમારે પ્રતિક્રિયા આપતા જણાવેલ હતું કે, સામાન્ય રીતે લોકો એવુ જ માનતા હોય છે કે જયારે કોઈ વ્યકિત વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં કોઈ ફરીયાદ નોંધાય ત્યારે પોલીસ જ તેને પકડે અથવા તો આરોપીઓએ પોલીસ પાસે જ આત્મસમર્પણ કરવાનું હોય છે. પરતું કાયદાએ આરોપીઓને પણ ઘણા અધિકારો આપેલ છે. જે પ્રમાણે આરોપીઓ સીધા કોર્ટ સમક્ષ પોતાનાં અધિકારોનાં રક્ષણ માટે રજુ થઈ શકે છે. આરોપીઓ વિરૂધ્ધ જયાં સુધી કોઈ ગુનો સાબીત ન થઈ જાય ત્યાં સુધી કાયદો આરોપીને નિર્દોષ માને છે. જો કોઈ સારા વકીલની સલાહ લેવામાં આવે અને કાયદાકીય પ્રક્રિયા આદરવામાં આવે તો ન્યાય જરૂર થી મળતો હોય છે.