રૂ. 56 હજારનો શરાબ કબ્જે, બુટલેગર જયદીપ ઉર્ફે માભાની શોધખોળ : બી ડિવિઝન પોલીસની કાર્યવાહી
Rajkot,તા.07
શહેરની ભાગોળે આવેલ બેડી ચોકડી નજીક ગોપાલ રેસીડેન્સીમાં મંદિરની દીવાલ બહાર પતરાનાં ટીપણામાં રાખી જમીનમાં દાટી દેવાયેલી રૂ. 56 હજારની કિંમતની શરાબની 182 બોટલ બી ડિવિઝન પોલીસે કબ્જે કરી હતી. જયારે બુટલેગર હાજર નહિ મળી આવતા શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
દારૂના દરોડા અંગે પ્રાપ્ત વિગત અનુસાર બી ડિવિઝન પોલીએ મથકના એએસઆઈ અનિલસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ વિશ્વજીતસિંહ ઝાલા, રાજદીપભાઈ પટગીર અને વિનોદભાઈ પરમાર ગત તા.૦૬/૦૮/૨૦૨૫ ની રાત્રે 11 વાગ્યાથી પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન ફરતા ફરતા કલાક ૨૩/૩૫ વાગ્યે બેડી ચોકડીના બ્રીજ પાસે પહોંચતા ખાનગી રાહે હકીકત મળેક કે, મોરબી રોડ પર બેડી ચોકડી પાસે ગોપાલ રેસીડન્સી શેરી નં.-૦૧ માં રહેતો જયદિપ ઉર્ફે માભો ચાવડા પોતાની શેરીમાં આવેલ શંકર ભગવાનના મંદિરના વંડા વાળી દિવાલ બહાર ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે. જે બાતમીનાં આધારે બી ડિવિઝન પોલીસે દરોડો પાડતા શંકર ભગવાનના મંદિરના વંડાવાળી દિવાલ બહાર ખુલ્લી જગ્યામાં જમીનમાં દાટેલ એક પતરાના ટીપણામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની રૂ. 56,784 ની કિંમતની શરાબની 182 બોટલ મળી આવી હતી.
પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી દરોડા દરમિયાન હાજર નહિ મળી આવનાર જયદિપ ઉર્ફે માભો ચાવડાની બી ડિવિઝન પોલીસે શોધખોળ શરૂ કરી હતી.