Junagadh તા. ૭
રાણાવાવ પંથકના પ્રેમીને પ્રેમિકાના ભાઈએ પાવડાના ઘા મારી ફેક્ચર કરી દઈ, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની બાંટવા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ, પોરબંદરના રાણાવાવ તાલુકાના નેરાણા ગામેં રહેતા રણમલભાઇ અરશીભાઇ ગોરસેર (ઉ.વ.૩૨) ને કુતિયાણાના જુણેજ ગામે રહેતા રણજીતભાઇ પુંજાભાઇ ઓડેદરાની બહેન મનીષાબેન સાથે પ્રેમ સબંધ હોય, જેથી રણમલભાઇ મનીષાબેનને લેવા માટે જતા હોય, તે દરમ્યાન મનીષાબેનના ભાઈ રણજીતભાઇ તથા અજાણ્યો માણસ એ રણમલભાઇને બાંટવા – ભડુલા રોડ પર ગાળો આપી, રણજીતભાઇ એ રણમલભાઇના જમણા પગના નળાના ભાગે પાવડાના હાથાથી ધા મારી ફેક્ચર કરી, તથા અજાણ્યા માણસે પાવડાના હાથા વડે જમણા હાથમા ધા મારી ફેક્ચર કરી, જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની, બાંટવા પોલીસમાં રણમલભાઇ અરશીભાઇ ગોરસેર એ ફરિયાદ નોંધાવતા, પોલીસે રણજીતભાઇ ઓડેદરા તથા અજાણ્યો માણસ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.