New Delhi,તા. 8
દેશમાં વધતા જતા માર્ગ અકસ્માતોને લઇને ઘાયલોને વિનામૂલ્યે કેશલેસ સારવાર અપાવવાની નવી યોજના સરકારે જાહેર કરી છે. જે મુજબ જો અકસ્માતનો ભોગ બનનારના વાહનનો વીમો છે તો વીમા કંપની સારવારનો ખર્ચ ઉપાડશે જો વીમો નથી તો કેન્દ્ર સરકાર અકસ્માત પીડિત માટે રૂા. 1.પ લાખ સુધીની કેશલેસ સારવાર અપાવશે.
આ અંગેની વિગત મુજબ દેશમાં માર્ગ અકસ્માતોના વધી રહેલા ઘટનાને ધ્યાને લઈ કેન્દ્ર સરકારે એક મહત્વની પહેલ હાથ ધરી છે. કેશલેસ ટ્રીટમેન્ટ ઓફ રોડ એક્સિડન્ટ વિક્ટિમ્સ સ્કીમ 2025 નામે શરૂ કરવામાં આવેલી નવી યોજના અંતર્ગત હવે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે સહાય મળશે.
આ યોજના અંતર્ગત, જે કોઇ વ્યક્તિ વાહન અકસ્માતમાં ઘાયલ થાય છે તેને સાત દિવસની અંદર કોઇપણ માન્ય સરકારી હોસ્પિટલે પણ જઈને રૂા.1.5 લાખ સુધીની મફત સારવાર મળી શકશે. ખાસ વાત એ છે કે, જો અકસ્માત કરનાર વાહનનું ઈન્શ્યોરન્સ છે તો ખર્ચ વિમા કંપની ઉપાડશે અને જો નહીં હોય તો કેન્દ્ર સરકાર તેનો ખર્ચ ઉપાડશે.
મોટા શહેરોની સાથે સાથે નાના ગામડાંમાં પણ આ યોજના લાગુ કરવા માટે કામ ચાલુ થઈ ચૂક્યું છે. સરકારની આ પહેલના કારણે અનેક પીડિતોને તાત્કાલિક સારવાર મળવી વધુ સહેલી બનશે. કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ યોજના માટે વર્ષ 2025-26માં 272 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ રાખવામાં આવ્યો છે.
કોઈપણ માન્ય સરકારી અથવા માન્ય ખાનગી હોસ્પિટલમાં આ સારવાર મળશે. હોસ્પિટલ ગઇંઅ (ગફશિંજ્ઞક્ષફહ ઇંયફહવિં ઈવિંજ્ઞશિિું) દ્વારા ઓળખાયેલી હોવી જોઈએ. અકસ્માત થયાના 7 દિવસની અંદર સારવાર શરૂ કરવી પડશે. જો અકસ્માત કરનાર વાહનનું વીમો (ઈંક્ષતીફિક્ષભય) છે, તો તે ખર્ચ વીમા કંપની ઉપાડશે. જો વીમો નથી, તો કેન્દ્ર સરકાર ખર્ચ ભોગવશે.
જનજાગૃતિથી જ માર્ગ દુર્ઘટનાઓમાં ઘટાડો થશે : કેન્દ્રીય મંત્રી ગડકરી
ગડકરીએ જણાવ્યું હતું કે સરકાર દુર્ઘટનાઓ પ્રત્યે જાગૃતિ પેદા કરવા માટે 22 ભાષામાં અભિયાન ચલાવી રહી છે. જેથી દુર્ઘટનાઓની સંખ્યા ઘટાડી શકાય. તેમણે જણાવ્યું હતું કે સરકારી પહેલ અને જનજાગૃતિથી દુર્ઘટનાઓની સંખ્યામાં ઘટાડો થશે.
ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતો રોકવા માટે અનેક પગલા ઉઠાવવામાં આવ્યા છે. દેશના વિભિન્ન સ્થળો પર 100 માર્ગ સુરક્ષા ઓડિટ કરવામાં આવ્યા છે. માર્ગ અકસ્માતો રોકવા તેમણે કહ્યું હતું કે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે. જો રેડ સિગ્નલ દેખાય તો રોકાઇ જાવ, ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરો.