Una,તા.8
ઉના ગીરગઢા પંથક માં ચાલુ વર્ષે નહિવત વરસાદ થી ઉભો પાક સુકાઈ રહ્યો છે કૂવામાં પાણી ના તળ ઊંડા જઈ રહ્યા હોવા થી ખેડૂતો ચિંતીત બની ગયો છે કરેલું વાવેતર બચાવવા ફુવારા પદ્ધતિ અપનાવી રહ્યા છે પાછોતરા વરસાદ ની આતુરતાપૂર્વક રાહ જોઈ બેઠો ખેડૂત ની હાલ મૂંઝાઈ રહેલા પાકો કેમ બચી શકે તેવાં પ્રયાસ કરી રહયા છે
નાઘેર પંથક માં ચોમાસાનો 20 ટકા જેટલો પણ વરસાદ વરસ્યો નથી.જેથી ખેડૂતો ઉપર દુષ્કાળના વાદળો ઘેરાયા છે. તેમાં પણ ઉના અને ગીર ગઢડા તાલુકામાં તો માત્ર 10 થી 12 ઇંચ વરસાદ પડ્યો છે. ચોમાસાના બે મહિના વીતી ગયા બાદ વરસાદ વરસવા નું નામ લઈ રહ્યો નથી જેના કારણે ખેડૂતનો ઊભો પાક સૂકાય રહ્યો છે. કુવામાં પાણીના તળ ઊંડા જતા રહ્યા હોવાથી ખેડૂતો પોતાના પાકને બચાવવા ફુવારા પદ્ધતિ થી પાણી આપી રહ્યા છે. પરંતુ એ પણ એક દોઢ કલાક સુધી ચાલતાં હોવાનાં કારણે પુરા ખેતર નું વાવેતર માં પુરતું પાણી નહી પહોંચતું હોવાનું જણાવી રહ્યા છે
ઉના અને ગીરગઢડા તાલુકામાં મગફળી, સોયાબીન, કપાસ, બાજરી, મગ અને તલનું વાવેતર મુખ્ય છે.જે ખેડૂતોને કુવા છે એ તો હાલ પાકને પાણી આપી બચાવી રહ્યા છે પણ જે બિનપિયત જમીન છે તેવા ખેડૂતોનો ઊભો પાક સૂકાય રહ્યો છે ઉના અને ગીર ગઢડા તાલુકામાં આવેલ મુખ્ય બે ડેમો મુખ્યત્વે આવેલા છે ખેડૂતો ને સરકાર નાં નિયમો મુજબ પાણી આપેછે એ ઉપરાંત ઉના શહેર તેમજ દીવ અને તાલુકા નાં 42 ગામો ને પીવાનું પાણી પુરું પાડે છે .એ ડેમોમાં ઉપરવાસમાં થયેલ વરસાદના લીધે પાણી આવ્યું છે.
ગીર ગઢડા તાલુકામાં રાવળ નદી ઉપર રાવળ ડેમ આવ્યો છે જે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવને પણ પીવાનું પાણી પુરું પાડે છે હાલ. 52%જેટલો જ ભરાયો છે આ ડેમ ભરાય તો રાવલ નદીમાં પાણી આવતા કૂવાના પાણીના તળ ઊંચા આવતા હોય છે બીજી તરફ ગીર ગઢડા તાલુકાના કોદીયા ગામ પાસે આવેલ મચ્છુન્દ્રી નદી ઉપરના મચ્છુન્દ્રી ડેમ 95 % જેટલો ભરાયો છે.. આ ડેમ ભરાતા મચ્છુન્દ્રી નદીમાં પાણી વહી નીચે આવેલા ચેક ડેમો ભરાય છે આ ડેમ ઉપર ઓર્ગન જ આવેલા છે અને જેથી પાણી દરિયામાં વહી જાય છે.
ગીર પંથકની આ વિસ્તારોમાંથી પસાર થતી શાહી અને રૂપેણ નદી ખાલીખમ છે.આમ વરસાદનહી વરસતાં ખેડૂતોની માથે દુષ્કાળની ભીતિ સેવાઈ રહી છે આ તાલુકા વિસ્તારમાં સીઝનનો 50 થી 55 ઇંચ સિઝનનો વરસાદ વરસે છે પરંતુ આ વર્ષે ચોમાસાને હજુ 2 મહિના જેટલો સમય બાકી છે અને માત્ર 10 ઈંચ જેટલો જ વરસાદ પડયો હોય અને જો પાછોતર વરસાદ વર્ષે તો વાવેતર કરેલો પાક બચાવી શકાય તેવી સ્થિતિ ઊભી થવા પામી છે.
ખેડૂતો દ્વારા જેનાં પાસે ફુવારા પદ્ધતિ ની વ્યવસ્થા છે તે પોતાનાં કુવા માં રહેલાં પાણી દ્વારા વાવેતર હાથમાંથી છીનવાય જાઈ નહીં તેવાં પ્રયાસ કરી પાક ને થોડા પાણી આપી રહ્યા છે પરંતુ જે ખેડૂતો માત્ર વરસાદ આધારિત ખેતી કરેછે તેવાં સેંકડો ખેડૂતો નો પાક પાણી અભાવે મોલાત મુંજાઈ રહીં છે એક તરફ મોંઘા બિયારણ અને ખાતરો લઈને વાવેતર કરેલું હોય છે અને ચોમાસુ પાક નિષ્ફળ જાય તો ખેડૂત દેવા નીચે દબાઈ જશે તેવી સ્થિતિ વચ્ચે જગત નો તાત ભગવાન પાસે આતુરતાપૂર્વક વરસાદ ની રાહ જોઈ રહ્યો છે.
કિશાન સંધ ગીરગઢડા તાલુકા નાં અગ્રણી ભીખાભાઇ લીંબાણી એ જણાવ્યું હતું કે હાલ મોલાત ખેતરોમાં મુંજાઈ રહીં છે આ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગણી કરી હતી અને ખેડૂતોને સહાય આપવામાં આવે જોવું રહ્યું કે આ વિસ્તારના ખેડૂતોના કપરા સમયમાં સરકાર મદદે આવશે ખરી….? કે દર વખતની જેમ માત્ર વાયદાઓ જ કરશે ખાલીખમ નદીઓ અને ચેક ડેમો થી પશુઓને પણ ચારણ નહીં મળે હરેશભાઈ બલદાણીયાએ જણાવ્યું હતું. આ વર્ષે માત્ર અત્યાર સુધી 10 ઈંચ વરસાદ પડયો છે .
ચેરમેન ડાયાભાઈ જાલોન્ધરા એ જણાવ્યું હતું કે પાછોતરો વરસાદ નહીં થાઈ તો લીલો ચારો મળવો મુશ્કેલ બનશે મોંધા બિયારણ ખાતર દવા ઉધાર સુધાર મેળવીને ખેડૂતો એ વાવેતર કર્યું છે છતાં પાક પાણી અભાવે નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિ પેદા થઈ છે.
સિંચાઇ વિભાગ નાં અધિકારી જે.જે.પટેલ એ મિડીયા સમક્ષ જણાવ્યું હતું કે હાલ ઉના તાલુકા અને ગીરગઢડા તાલુકા માં આવેલ રાવલ અને મચછુદ્વી ડેમ માં 31 ડીસેમ્બર સુધી ચાલે એટલો પાણી નો જથ્થો હાજર સ્ટોક છે આજ ની પરિસ્થિતિ એ રાવલ ડેમ 52% ટકા ભરાયેલ છે તેમાં થી ઉના દીવ અને 42 ગ્રામ્ય વિસ્તારો ને પીવાનું પાણી પૂરું પાડે છે અને 31 ડીસેમ્બર સુધી રાવલ ડેમ માં પાણી ની કોઈ સમસ્યા ઉભી થઈ શકે તેમ નથી.
જ્યારે મચછુદ્વી ડેમ 97% ભરાયેલ છે ખેડૂતો ને 10 પારા પાણી ખેતી ઉપયોગ માટે આપી શકાય છે આ ઉપરાંત પીવા અને પશુઓ વન્યપ્રાણી માટે રીઝવર પાણી રાખેલ છે 31 ડીસેમ્બર સુધી વરસાદ ખેંચાય તો પણ પાણી ની સમસ્યા નહીં રહે તેવું સિંચાઇ વિભાગ અધિકારી એ મીડીયા ને જણાવ્યું હતું