રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૮.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૬૨૩ સામે ૮૦૪૭૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૭૭૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૭૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૭૯૮૫૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૬૭૩ સામે ૨૪૬૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૪૧૩ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૩૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૪૪૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ મામલે બેવડા ધોરણો અને ભારત પર ટેરિફ વધારીને ૫૦% કરવાનું જાહેર કરતાં વિશ્વભરમાં તેના આકરાં પ્રત્યાઘાત સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ખેડૂતો સહિત પ્રજા હિતને જ પ્રાથમિકતા આપવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતાં અને બીજી તરફ અમેરિકા અને રશીયા વચ્ચે મહત્વની મીટિંગ બાદ રશીયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનું નિરાકરણ આવવાની અપેક્ષા છતાં આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
રશિયા પાસેથી ક્રૂડની આયાત બદલ અનેક પ્રતિબંધો લાદવાની ધમકી સાથે ટ્રમ્પે અગાઉ ૧ ઓગસ્ટના રોજ ભારત પર ૨૫ ટેરિફ લાદ્યા બાદ વધુ ૨૫% ટેરિફ લાગુ કરવાની જાહેરાતના લીધે માર્કેટ સેન્ટિમેન્ટ ખરડાયું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વના ૯૦ કરતા વધુ દેશોના ગુડ્સ પર ૭ ઓગસ્ટથી ટેરિફ લાગુ કરાતા વિશ્વ વેપારમાં ઊભી થયેલી અનિશ્ચિતતાને પગલે ડોલર ઈન્ડેકસ નબળો પડતા રૂપિયાના મૂલ્યમાં વધારો થયો હતો, જયારે અમેરિકામાં સ્ટોક ઘટીને આવતા ક્રુડઓઈલના ભાવમાં ઘટાડો અટકી સ્થિરતા જોવા મળી હતી.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૫૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, ટેલિકોમ્યુનિકેશન, મેટલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, કેપિટલ ગુડ્સ, કોમોડીટીઝ, ટેક, ઓટો અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરલ નોંધપાત્ર ઘટ્યા હતા, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૭૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૦૬ અને વધનારની સંખ્યા ૧૫૨૩ રહી હતી, ૧૪૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં એનટીપીસી ૧.૩૯%, ટાઈટન કંપની લિ. ૧.૩૩%, બજાજ ફિનસર્વ ૦.૨૮%, ટ્રેન્ટ લિ. ૦.૨૪ અને આઈટીસી ૦.૧૯% વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે ભારતી એરટેલ ૩.૪૧%, ટાટા મોટર્સ ૨.૧૯%, કોટક બેન્ક ૨.૦૮%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૨.૦૧%, એકસિસ બેન્ક ૧.૮૨%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૬૫%, અદાણી પોર્ટ્સ ૧.૬૦%, એશિયન પેઈન્ટ્સ ૧.૨૩%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૧૮%, એચડીએફસી બેન્ક ૧.૧૨%, ટાટા સ્ટીલ ૧.૦૬% અને ઈન્ફોસિસ ૦.૯૭% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૪.૫૮ લાખ કરોડ ઘટીને ૪૪૦.૫૭ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૫ કંપનીઓ વધી અને ૨૫ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે કડક વલણ અપનાવતા સ્પષ્ટ જણાવ્યું છે કે, જ્યાં સુધી ટેરિફનો મુદ્દો ઉકેલાઈ નહીં ત્યાં સુધી કોઈ વેપાર ચર્ચા નહીં થાય. તેમનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે અમેરિકાની વેપાર વાટાઘાટોની ટીમ ટૂંક સમયમાં ભારત આવવાની છે. આ સ્પષ્ટ સંકેત છે કે અમેરિકા ભારત પર દરેક રીતે દબાણ વધારવા માંગે છે, જેથી ભારત અમેરિકાની શરતો સ્વીકારી લે. ટ્રમ્પ ઇચ્છે છે કે ભારત અમેરિકાના કૃષિ અને ડેરી ઉત્પાદનો પર લાગતા ઊંચા ટેરિફ ઘટાડે, જેથી આ ઉત્પાદનો ભારતના વિશાળ બજારમાં પ્રવેશ મેળવી શકે. પરંતુ ભારત આ ક્ષેત્રોને વ્યૂહાત્મક રીતે સંરક્ષિત રાખવા માગે છે. ઉપરાંત, ભારત રશિયાથી ક્રુડઓઈલ આયાત ઘટાડે અને તેના બદલે અમેરિકાથી વધુ ક્રુડઓઈલ ખરીદે, જ્યારે હાલમાં ભારતને રશિયાથી સસ્તું ક્રુડઓઈલ મળી રહ્યું છે.
ટ્રમ્પનો કડક અભિગમ માત્ર વેપાર સુધી મર્યાદિત નથી. વિશ્વભરમાં યુએસ ડૉલર પરની નિર્ભરતા ઘટતી જવાની પ્રવૃત્તિ પણ તેમની ચિંતાનું કારણ છે. ૧૯૪૪થી યુએસ ડૉલર વૈશ્વિક વેપાર માટે મુખ્ય ચલણ રહ્યું છે અને અંદાજે ૯૦% આંતરરાષ્ટ્રીય લેવડ-દેવડ ડૉલરમાં થાય છે. પરંતુ બ્રિક્સ દેશો ડૉલર પરની નિર્ભરતા ઘટાડવા પગલાં લઈ રહ્યા છે. બ્રિક્સ દેશો મળીને વિશ્વ અર્થતંત્રમાં ૩૫% યોગદાન આપે છે. જો આ દેશો ડૉલરનો વિરોધ કરશે, તો અમેરિકા તેની મહાસત્તા તરીકેની પદવી અને ડૉલરની વૈશ્વિક ચલણ તરીકેની સ્થિતિ ગુમાવી શકે છે – જે ટ્રમ્પ માટે મોટું રાજકીય અને આર્થિક પડકારરૂપ સાબિત થઈ શકે છે. જેથી આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
તા.૧૧.૦૮.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૮.૦૮.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૪૪૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૨૪૨૩૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૪૭૪ પોઈન્ટ થી ૨૪૫૭૦ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- એસબીઆઈ લાઈફ ( ૧૮૪૪ ) :- લાઈફ ઈન્સ્યોરન્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૦૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૮૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૬૩ થી રૂ.૧૮૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૮૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ઓબેરોય રિયલ્ટી ( ૧૫૭૫ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૫૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૦૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૯૦ થી રૂ.૧૬૦૬ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- હેવેલ્સ ઇન્ડિયા ( ૧૪૭૮ ) :- રૂ.૧૪૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૪૩૦ બીજા સપોર્ટથી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૯૩ થી રૂ.૧૫૦૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- એક્સીસ બેન્ક ( ૧૦૬૧ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૭૪ થી રૂ.૧૦૮૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૧૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- અદાણી ગ્રીન ( ૯૧૨ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા પાવર જનરેશન સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૮૭૮ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૩૪ થી ૯૪૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ઈન્ફોસીસ લિ. ( ૧૪૨૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૭૪ આસપાસ સપોર્ટથી રૂ.૧૪૦૪ થી રૂ.૧૩૯૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૮૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૬૭ ) :- રૂ.૧૩૯૩ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૦૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૩૩૦ થી રૂ.૧૩૧૭ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૧૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- અદાણી પોર્ટ્સ ( ૧૩૨૫ ) :- પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૮૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૯૭ થી રૂ.૧૨૮૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ડૉ. રેડ્ડી’ઝ લેબોરેટરી ( ૧૨૦૭ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૯૪ થી રૂ.૧૧૮૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૪૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૮૬ ) :- રૂ.૧૨૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૧૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૧૭૦ થી રૂ.૧૧૫૭ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies