Rajkot ,તા.08
રાજકોટ સહિત દેશભરમાં ચકચાર જગાવનારા અગ્નિકાંડ કેસમાં સંડોવાયેલા અને જેલ વાલે રહેલા ધવલ ઠક્કરની જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.વધુ વિગત મુજબ અગ્નિકાંડ કેસમાં સંડોવાયેલા 15 આરોપીઓ પૈકી ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે જ્યારે બાકીના આરોપીઓ હજુ જેલ હવાલે છે અને જેમાંના અનેક આરોપીઓની હાઇકોર્ટમાંથી પણ જામીન અરજી ફગાવી દેવામાં આવી છે ત્યારે અગ્નિકાંડ કેસના આરોપી ધવલ ઠક્કરે જેલ મુક્ત થવા રાજકોટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જે જામીન અરજીની આગામી 6 ઓગસ્ટના રોજ મુકકર રાખવામાં આવી હતી. જેમાં મુદત પડતા આજે જામીન અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમા બંને પક્ષની દલીલો પૂર્ણ થતાં કોર્ટ દ્વારા આરોપી ધવલ ઠક્કરની જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે.આ કેસમાં સરકારે સ્પે. પીપી તરીકે તુષાર ગોકાણી, એડિશનલ સ્પે.પીપી નિતેશ કથીરિયા, પીડિત પરિવાર વતી સિનિયર એડવોકેટ સુરેશ ફળદુ અને નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે.