વ્યાજની ઉઘરાણી માટે સરફરાજ ઈમરાન અને ઈનાયતને સુરેશ ગોંડલીયાના ઘરે મોકલતા અમીત નડતો હોવાથી ઢીમ ઢાળી દીધું હતું
સ્પેશિયલ પીપી ભગીરથસિંહ ડોડીયાની ધારદાર દલીલ માન્ય રાખતી મોરબીની સેશન્સ કોર્ટ
Morbi,તા.08
વાંકાનેર શહેરમાં ત્રણ વર્ષ પૂર્વે વ્યાજની રકમની ઉઘરાણીના મામલે થયેલી બોલાચાલીમાં યુવકની કરપીણ હત્યા નીપજાવવાના બનાવનો કેસ ચાલી જતા મોરબી ની સેશન્સ અદાલતે ત્રણ આરોપીને આજીવન કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ વાંકાનેર ખાતે રહેતા અમિત અશ્વિનભાઈ કોટેચા નામના યુવાન પર સરફરાજ હુસેન મકવાણા ઇમરાન ફારુક છબીબ અને ઇનાયત ઉર્ફે ઇનિયો અયુબ સહિત ત્રણે શખ્સો વ્યાજની રકમની ઉઘરાણીના મામલે ગુપ્તી અને છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા નીપજાવ્યાની વાંકાનેર પોલીસ મથકમાં મૃતક અમિત ના ભાઈ હિમાંશુ અશ્વિનભાઈ કોટેચા ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ત્રણેય શખ્સ સામે હત્યા અને કાવતરા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. તપાસ પૂર્ણ થતા તપાસનીસ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં સરકાર ધ્વારા વ્યાંજકવાદના બનાવની ગંભીરતા લઈ આ કેસમાં સ્પે. પી.પી. તરીકે ભગીરથસિંહ ડોડીયાની નિમણુંક કરવામાં આવી હતી. કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં સરકારપક્ષે કુલ-૧૦ સાથી તપાસવામાં આવેલ હતા દસ્તાવેજી પુરાવો રેકર્ડ પર લાવવામાં આવેલ હતો જેમાં ફરીયાદી અમીત કોટેચા ,નજરે જોનાર વિરલ બુધ્ધદેવ, છરીના અને ગુપ્તીના ડીસ્કવરી પંચો, આરોપી સરફરાજ પાસેથી વ્યાજે નાણા લેનાર સુરેશ ગોંડલીયા, એફ.એસ.એલ. અધિકારી, પી.એમ. કરનાર ડોક્ટર, ત્રણ તપાસ કરનાર પોલીસ અધિકારીઓ મળી કુલ 10 સાહેદો સાથે ફરીયાદપક્ષ ધ્વારા રજુ કરવામાં આવેલ દસ્તાવેજી પુરાવાઓ કોર્ટ સમક્ષ રેકર્ડ પર લાવવામાં આવેલા હતા.
ઉપરોકત પુરાવાથી સ્પે.પી.પી.ભગીરથસિંહ ડોડીયાએ રજુઆત કરી હતી કે, આરોપી સરફરાજએ સુરેશ ગોંડલીયાને આપેલ વ્યાજની ઉઘરાણી માટે ઈમરાન અને ઈનાયતને તેના ઘરે મોકલયા હતા જેમાં અમીત અવાર નવાર વચ્ચે પડી નડતો હતો જેથી આ બનાવને અંજામ આપવા સરફરાજ મકવાણાનો હેતુ હતો અને જે અંગે ગુજરનાર અમીતએ ફરીયાદીને વાત કરેલી હતી.નજરે જોનાર સાહેદ પણ બનાવનો અંજામ આપવાનો કુદરતી સાક્ષી છે બનાવ સ્થળેથી જ હત્યા કરવાના કાવતરામાં સંડોવાયેલ સ્થળ પરથી ફોન કરેલ છે. મોબાઈલ કોલના સ્થળ પરના આરોપીઓના લોકેશન તથા બનાવ સ્થળની આરોપીઓની સ્વીકૃતી, ફોન કોલ અંગેનો આરોપી સરફરાજનો કોઈ સંતોષકારક ખુલાસો પુરાવામાં ન આપતા સમગ્ર બનાવમાં આરોપી ઈમરાન અને ઈનાયતની બનાવ સ્થળે હાજરી તથા આરોપી સરફરાજ મકવાણાની કાવતરામાં સંડોવણી પ્રથમ દર્શનીય રીતે ઉપરોકત પુરાવાથી સાબીત થાય છે.ઉપરોકત પુરાવાનું મુલ્યાંકન કરી ઉચ્ચ અને વડી અદાલતના ચુકાદાઓ અને સ્પે.પી.પી.ભગીરથસિંહ ડોડીયાની દલીલો માન્ય રાખી મોરબીની એડી. સેશન્સ જજે અમીત ઉર્ફે લાલા કોટેચાના ખુનના ગુન્હામાં આરોપી ઈમરાન ફારૂકભાઈ છબીબી , ઈનાયત ઉર્ફે ઈનીયો અયુબભાઈ પીપરવાળીયાને અને સરફરાજ હુસેનભાઈ મકવાણાને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફરમાવી અને ગુજરનારના પત્નીને વળતર ચૂકવવા હુકમ કર્યો છે.આ કામમાં સ્પે.પી.પી. તરીકે ભગીરથસિંહ ડોડીયા અને મુળ ફરીયાદી તરફે મોરબીના જીતેન્દ્રસિંહ જાડેજા એડવોકેટ તરીકે રોકાયેલ હતા.