રૂા.૩૫ હજાર ૬ ટકાના વ્યાજ સાથે ૩૦ દિવસમાં ન ચૂકવે તો વધુ એક મહીનાની સજા
Rajkot ,તા.08
શહેરમાં રહેતા મિત્રને ચુકવણી માટે આપેલો 35 હજારનો ચેક રિટર્ન થવાના કેસમાં કોર્ટે આરોપીને છ માસની સાદી કેદની સજા અને ચેક મુજબની રકમ રૂા.૩૫ હજાર ૬ ટકાના વ્યાજ સાથે ૩૦ દિવસમાં ન ચૂકવે તો વધુ એક મહીનાની સજાનો હુકમ ફરમાવ્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટના નાના મવા રોડ ઉપર આવેલી ન્યુ ગાંધી સોસાયટીમાં રહેતા પ્રદીપભાઈ નાનજીભાઈ પણસારાએ લોધીકાના ખાંભા ગામે રહેતા રોહિતભાઈ ઘુસાભાઈ સખીયાને સબંધના દાવે હાથ ઉછીના પેટે રોકડા રૂા.૩૫ હજાર મદદ માટે આપ્યા હતા. જે રકમ પ્રદીપભાઈ પણસારાએ પરત માંગતા રોહિતભાઈ સખીયાએ આપેલો ચેક રિટર્ન થતા ફરીયાદીએ તેમના વકીલ મારફત રાજકોટની સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરી હતી. જે કેસ ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ ફરિયાદ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે આરોપી રોહિતભાઈ સખીયાને ચેક રિટર્ન કેસમાં છ માસની સાદી કેદની સજા અને ચેક મુજબની રકમ રૂા.૩૫ હજાર ૬ ટકાના વ્યાજ સાથે ૩૦ દિવસમાં ન ચૂકવે તો વધુ એક મહીનાની સજાનો હુકમ ફરમાવ્યો છે.
આ કેસમાં ફરીયાદી વતી વકીલ અતુલ સી. ફળદુ, અજય કે. જાધવ અને ચાર્મી કે. પંડયા રોકાયા હતા.