Junagadh તા.૮
જુનાગઢ ક્રીડા ભારતી દ્વારા મેંદરડા તાલુકા કક્ષાનો રમતવીર સન્માન અને સંવાદ કાર્યક્રમ સરસ્વતી વિદ્યા મંદિર, મેંદરડા ખાતે સૌરાષ્ટ્ર પ્રાંત ક્રીડા ભારતીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
આ તકે ક્રીડા ભારતી દ્વારા મેંદરડા તાલુકાના શિક્ષકો કે જેઓએ ખેલાડીઓ માટે વિશિષ્ટ યોગદાન આપેલું છે. તેમજ રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ અનેરી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલા છે તેવા ખેલાડીઓને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં મેંદરડા તાલુકાના શિક્ષક મિતુલભાઈ જીલડીયા, ગીરીશભાઈ પાંચાણી, ધનંજયભાઈ સાવલિયાને તેમની વિશિષ્ટ કામગીરીની વિશેષ નોંધ લેતા ક્રીડા ભારતી દ્વારા મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ સેવા સન્માનપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ ઉત્તમ સિદ્ધિ મેળવનાર ખેલાડીઓને પણ આ તકે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા