New Delhiતા.11
દેશમાં ડિઝીટલ પેમેન્ટ ખાસ કરીને યુપીઆઈ દ્વારા થતા પેમેન્ટમાં જે રીતે અનેક નાના વેપારીઓ એક થી બે કરોડનું ટર્નઓવર કરે છે તે મુદે હાલમાં જ કર્ણાટકમાં રાજય સરકારે આ ટર્નઓવર કરતા વેપારીઓને નોટીસ આપ્યા બાદ હવે તેઓએ ડિઝીટલ પેમેન્ટ સ્વીકારવાનું બંધ કરી દેતા અને નો યુપીઆઈના બોર્ડ લગાવી દેતા મોટો પ્રશ્ન ઉભો થયો છે.
એક તરફ સરકારે ડિઝીટલ પેમેન્ટને વેગ આપવા માંગે છે પણ બીજી તરફ યુપીઆઈ પેમેન્ટ સીસ્ટમ જે દુનિયાભરમાં ભારતની અનોખી ડિઝીટલ સીસ્ટમ છે તેના કારણે વેપારીઓને જીએસટી વગેરેની નોટીસ મળતા જ હવે નાણા મંત્રાલયે આ અંગે બેંકો પાસે પણ તેમના અભિપ્રાય મંગાવ્યા હતા જેમાં બેન્કોએ જીએસટીની મર્યાદા હાલ રૂા.40 લાખ છે તે વધારીને રૂા.1 કરોડની કરવા ભલામણ કરી છે.
મોટાભાગના વેપારીઓ 40 લાખની મર્યાદા બહારનું ટર્નઓવર કરતા હોવા છતાં પણ તેઓ જીએસટીના માળખામાં ન આવે તે માટે અનેક પ્રકારે પ્રયોગો કરતા હોય છે જેમાં ડિઝીટલ પેમન્ટ એ સૌથી વધુ નાના વેપારીઓ સ્વીકારે છે અને તેઓનું વાર્ષિક ટર્નઓવર રૂા.40 લાખથી વધી જાય છે પણ તેઓ રિટર્ન ફાઈલ કરતા નથી કે જીએસટી નંબર મેળવતા નથી.
આથી ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સીયલ સર્વિસના અભિપ્રાયના જવાબમાં બેન્કોએ જીએસટીની લઘુતમ મર્યાદા રૂા.1 કરોડ કરવા ભલામણ કરી છે. જેના કારણે નાના વેપારીઓને ડિઝીટલ સહિતના પેમેન્ટ સ્વીકારવામાં કોઈ હિચકીચાટ નહી રહે.
આ ઉપરાંત યુપીઆઈ સેવા પુરી પાડતી મર્ચન્ડાઈઝ પણ હવે ચાર્જ લેવા માંડી છે અને તેમાં પણ હવે રૂા.1 કરોડ કે વધુનો ટર્નઓવર ધરાવનારને જ આ ચાર્જ લાગે તેવી ભલામણ થઈ છે. કર્ણાટકના કારણે દેશભરમાં અનેક રાજયોમાં યુપીઆઈ પેમેન્ટને આંચકો લાગે તેવી ધારણા છે.