Rajkot, તા.11
સમાજનું સંખ્યા બળ ઘટતું જાય છે અને તેના કારણે આપોઆપ સામાજિક તાકાત અને રાજકીય શક્તિ પણ ઘટતી જાય છે અને અસ્તિત્વ માટે લડવું પડે તેવી ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ રહી છે તે બાબતે ચિંતા વ્યક્ત કરી ઓછામાં ઓછા ત્રણથી ચાર બાળકો પેદા કરવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વડાએ હાકલ કરી છે.
નખત્રણામાં પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે દેશભરમાંથી આવેલા કચ્છ કડવા પાટીદાર સમાજના સભ્યોને સંબોધન કરતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સુપ્રિમોએ જણાવ્યું હતું કે સમાજમાં ભ્રુણ હત્યાનું દૂષણ બંધ થયા બાદ ‘વન ચાઇલ્ડ’ નો એક નવો ટ્રેન ચાલુ થયો છે અને કેટલાક પરિવારે તો ‘નો ચાઇલ્ડ’નો ટ્રેન્ડ શરૂ કર્યો છે તે સામે લાલબત્તી ધરતા તેમને સભામાં ઉપરોક્ત ભલામણ કરી હતી.
સમાજની ઘટતી જતી વસ્તી વચ્ચે અસામાજિક તત્વો દ્વારા જમીન અને મિલકતના જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તે સામે સમાજ સંગઠીત થઈને નહીં લડે તો આપણી સંપત્તિ અને જમીન જતા વાર નહીં લાગે તેવી તેવી ગંભીર ચેતવણી આપતા સમાજની યુવા પાંખને આ માટે તત્પર રહેવા આરપી પટેલે જણાવ્યું હતું.
કચ્છ કડવા પાટીદાર સમાજના સંગઠનના વખાણ કરતા આ સમાજની ધરોહર વિશ્વ કક્ષાએ જે શ્રેષ્ઠ કામ કરે છે તે ગૌરવની વાત છે અને આ સમાજમાંથી ઘણું શીખવા મળ્યું છે તેવું જણાવી કેકેપીના યુવાનો અને મહિલાઓને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સાથે સક્રિયપણે જોડાવા આગ્રહ કર્યો હતો.
ભુજ ખાતે 14 સપ્ટેમ્બરના ફાઉન્ડેશન દ્વારા યોજાના રક્ષા દીક્ષા મહોત્સવમાં કચ્છની 11000 દીકરીઓને કટાર આપવામાં આવનાર હોવાની માહિતી પણ તેમણે આપી હતી અમદાવાદ ખાતે નિર્માણ થઈ રહેલા વિશ્વમાં વિશ્વ સૌથી ઊંચા કુળદેવી માં ઉમિયા મંદિર અંગે જાણકારી આપતા ડિસેમ્બર બે 27 માં સંભવિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે તેવી પણ વાત વિચારી હતી કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ ગોપાલભાઈ ભાવાણી સાહિત્ય આર.કે પટેલનું સ્વાગત કરી પ્રતિક ભેટ અને સાલથી તેમનું સન્માન કર્યું હતુ.
પાછળ રહેલા લોકોને પણ મુખ્ય પ્રવાહમાં લવાશે કચ્છ કડવા પાટીદાર સમાજના સતપંથ અને સનાતન સંપ્રદાયના ભાઈઓ વચ્ચે ચાલી રહેલા વિવાદ બાબતે આરપી પટલે જણાવ્યું હતું કે આ સમસ્યા માત્ર કચ્છ કડવા પાટીદાર સમાજની નથી પણ સમગ્ર સનાતની સમાજની છે.
મોટાભાગના પરિવારો જ્યારે સમાજના મુખ્ય પ્રવાહમાં આવી ગયા છે ત્યારે બાકી રહેતા પરિવારો પણ ચોક્કસ આવી જશે તેઓ વિશ્વાસ વ્યક્ત કરી આ માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા થઈ રહેલા પ્રયાસોની વિગતો આપી હતી.

