Jafrabad,તા.11
જાફરાબાદ ના સામાકાંઠા વિસ્તારોમાં આંઠ દિવસે પાણી વિતરણ કરવા આવું નથી પરંતુ નજીક ના દિવસો માં તહેવારો હોય જીવન જરૂરિયાત પાણી વિતરણ કરવામાં માટે જાગૃત નાગરિક દ્વારા વાલ્લમેન ને ફોન કરતા જણાવેલ કે અમુક વિસ્તારોમાં તા/30/07/2025 ના રોજ જીવન જરૂરિયાત પાણી વિતરણ કરવામાં આવ્યું હતું.
ત્યારે ફક્ત એક કલાક જ પાણી આપવામાં આવ્યું હતું આંઠ દિવસ જેવો સમય થવા જઈ રહ્યો હોય અને નજીક ના દિવસો માં તહેવારો પર હોય આ સામાકાંઠા વિસ્તારોમાં પહેલેથી જ 15 થી 20 દિવસો સુધી જીવન જરૂરિયાત પાણી વિહોણા નાગરિકો રહેતા હોય છે.
બારેમાસ હાડમારી ભોગવવી પડતી હોય છે. એમાં પણ 200થી 300 રૂપિયા સુકવી નાગરિકો પાણી ના ટાંકા ઠાલવી રહ્યા હોય છે. પરંતુ કહેવત છે કે ચા કરતાં કીટલી વધુ ગરમ હોય છે. તેવું નગરપાલિકા માં વાલ્લમેન તરીકે નોકરી કરતા વાલ્લમેન અધિકારીઓ કરતા વધુ પડતા રોફ જમાવતા હોય છે. આ વાલ્લમેન દ્વારા જણાવ્યું હતું કે જે વિસ્તારમાં થોડા સમય પહેલા પાણી આપી દેવામાં આવ્યું છે.
જાગૃત નાગરિક વાલ્લમેન ને જણાવ્યું કે આ વિસ્તારમાં આંઠ દિવસ જેવો સમય થઈ ગયો છે. અને તહેવારો નજીક હોય તો આંઠ દિવસે પાણી કેમ નહીં કે પછી 15 થી 20 દિવસે જ પાણી આપવાનો નિયમ છે.
આ બાબતે શું અમારે ઉચ્ચ અધિકારીઓ ને ફોન કરવો પડશે તો વાલ્લામેન દ્વારા જણાવ્યું કે 15 દિવસ પણ થશે અને 20 દિવસ પણ થશે તમારે જેને ફોન કરવો હોય કરો આ બાબતે તપાસ કરવા પાલિકા ઓફિસને જાગૃત નાગરિકે રજૂઆત કરી છે.

