Mumbai,તા.11
હોરર કોમેડી ફિલ્મ ‘પોલીસ સ્ટેશન મેં ભૂત’માં હિરોઈન તરીકે જેનેલિયા દેશમુખની એન્ટ્રી થઈ છે. જેનેલિયાએ પોતે આ ફિલ્મ કરી રહી હોવાનું કન્ફર્મ કર્યું છે. જેનેલિયાએ જણાવ્યું હતું કે પોતે આ પહેલાં હોરર જોનર ક્યારેય અજમાવ્યું નથી અને એટલે જ તેણે આ ફિલ્મ સ્વીકારી છે.
આ ફિલ્મમાં મનોજ વાજપેયી તેનો સહકલાકાર હશે. જોકે, ફિલ્મની અન્ય કાસ્ટ હજુ જાહેર થવાની બાકી છે. આ ફિલ્મ દ્વારા મનોજ વાજપેયી અને રામ ગોપાલ વર્મા વર્ષો પછી કોલબરેશન કરી રહ્યા છે.
રામગોપાલ વર્માએ પોતે જ થોડા દિવસો પહેલાં આ ફિલ્મની જાહેરાત કરી હતી. રામ ગોપાલ વર્માના જણાવ્યા અનુસાર આ એક હોરર કોેમેડી ફિલ્મ હશે.
ફિલ્મનું શૂટિંગ ગયા મહિનેથી શરુ થઈ ગયું હોવાનું કહેવાય છે.