રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૮.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૮૫૭ સામે ૭૯૮૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૭૭૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૪૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૬૦૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૪૪૧ સામે ૨૪૪૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૪૦૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૬ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૬૨૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રશીયાનું ક્રુડ ખરીદવા બદલ પેનલ્ટી સહિતના પગલાં લઈને દબાણ વધારી રહ્યા હોવા સાથે યુરોપના દેશોનું પણ વધતું દબાણ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ટ્રમ્પના દબાણને વશ નહીં થઈ ભારતની એનર્જી સિક્યુરિટીઝ માટે મક્કમ રહેતાં રશીયાના ક્રુડ ઓઈલની ભારતમાં અવિરત ડિલિવરી ચાલુ રહેતાં આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.
અમેરિકામાં રોજગારીમાં વૃદ્વિ અપેક્ષાથી ઓછી છતાં ટ્રમ્પ સરકાર માટે પણ તેમની ટરિફ નીતિઓને લઈ આક્રમક વલણ છોડવું પડે એવી શકયતાએ લોકલ ફંડોની શેરોમાં મોટી ખરીદી સાથે ફોરેનના ફંડો ઘટાડે લેવાલ રહેતા સેન્ટીમેન્ટ તેજી તરફી રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે અમેરિકન ડોલરમાં નબળાઈ આવતા સોમવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો હતો, જયારે રશિયા તથા અમેરિકાના પ્રમખો પુતિન તથા ટ્રમ્પની આવતા સપ્તાહે બેઠક મળી રહી હોવાના અહેવાલ બાદ સપ્તાહ અંતે ક્રુડઓઈલના ભાવ સ્થિર રહ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એકમાત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં ઘટાડો જોવા માળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૩૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૩૦ અને વધનારની સંખ્યા ૨૨૩૭ રહી હતી, ૧૭૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટાટા મોટર્સ ૩.૨૪%, ઈટર્નલ લિ. ૨.૮૪%, ટ્રેન્ટ લિ. ૨.૪૯%, સ્ટેટ બેન્ક ૨.૪૫%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૯૫%, લાર્સન લિ. ૧.૭૦%, સન ફાર્મા ૩.૨૪%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૩૮%, કોટક બેન્ક ૧.૩૩%, એક્સિસ બેન્ક ૧.૨૭%, અદાણી પોર્ટ્સ૧.૨૫% અને મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૨૧% વધ્યા હતા, જ્યારે બીઈએલ ૦.૨૦%, ભારતી એરટેલ ૦.૦૯% અને મારુતિ ૦.૦૨% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૩.૩૯ લાખ કરોડ વધીને ૪૪૪.૦૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૭ કંપનીઓ વધી અને ૩ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર વધારાના ૨૫% ટેરિફ લગાવવાની જાહેરાત બાદ નિકાસલક્ષી ઉદ્યોગોમાં ભારે ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને ગારમેન્ટ્સ, ઓટો કમ્પોનેન્ટ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી તથા ફૂટવેર જેવા ઉદ્યોગો, જે અમેરિકામાં વિશાળ નિકાસ બજાર ધરાવે છે, તેઓ પર સીધી અસર થવાની શક્યતા છે. માઇક્રો અને મીડિયમ એપરલ યુનિટ્સ માટે આટલો ઊંચો ટેરિફ અસહ્ય સાબિત થઈ શકે છે. વર્ષ ૨૦૨૪માં ભારતમાંથી કુલ ગારમેન્ટ નિકાસમાંથી ૩૩% નિકાસ અમેરિકામાં થઈ હતી, જેના કારણે આ નિર્ણય ગારમેન્ટ ઉદ્યોગ માટે મોટો ઝટકો બની શકે છે. ઓટો કમ્પોનેન્ટ ઉદ્યોગ માટે પણ અમેરિકા એક મહત્વપૂર્ણ વેપાર ભાગીદાર છે.
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતમાંથી કુલ ૨૨.૯૦ અબજ ડોલરની ઓટો કમ્પોનેન્ટ નિકાસ થઈ, જેમાંથી ૨૭% અમેરિકામાં ગઈ હતી. વધેલા ટેરિફના કારણે ટૂંકા ગાળે પડકારો ઊભા થશે, જેથી સ્પર્ધાત્મકતા જાળવવા અને નવી બજારો શોધવા પર ભાર મૂકવો પડશે. શેરબજારની દ્રષ્ટિએ, આ જાહેરાત બાદ ટૂંકાગાળે દબાણ જોવા મળી શકે છે. આઈટી, ફાર્મા, ટેક્સટાઇલ અને કેટલાક મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટ્સમાં રોકાણકારો સાવચેત વલણ અપનાવી શકે છે, જ્યારે વિદેશી રોકાણકારો તરફથી વેચવાલી વધવાની સંભાવના છે. તેમ છતાં, સ્થાનિક રોકાણકારોની મજબૂત હાજરી અને લાંબા ગાળાના ફંડામેન્ટલ્સ મજબૂત હોવાને કારણે મોટા ઘટાડાની શક્યતા ઓછી છે. જો આવનારા દિવસોમાં અમેરિકા-ભારત વચ્ચે વ્યાપાર કરાર થાય અને ટેરિફ મુદ્દે રાહત મળે, તો બજારમાં ઝડપથી રિકવરી આવી શકે છે.
તા.૧૨.૦૮.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૧.૦૮.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૬૨૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૨૪૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૬૭૬ પોઈન્ટ થી ૨૪૭૦૭ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૪૭૪ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- સિપ્લા લિ. ( ૧૫૦૬ ) :- ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૯૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૭૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૩૩ થી રૂ.૧૫૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૫૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ટેક મહિન્દ્રા ( ૧૪૮૩ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૪૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૩૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૯૭ થી રૂ.૧૫૦૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- એક્સીસ બેન્ક ( ૧૦૭૩ ) :- રૂ.૧૦૫૫ નો પ્રથમ તેમજ રૂ.૧૦૩૭ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૮૮ થી રૂ.૧૦૯૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૧૦૫૭ ) :- આર્યન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૭૩ થી રૂ.૧૦૮૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૧૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ટાટા કેમિકલ ( ૯૫૪ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા કોમોડીટી કેમિકલ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૧૯ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૬૭ થી ૯૭૪ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૪૮૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૦૮ આસપાસ સપોર્ટથી રૂ.૧૪૭૦ થી રૂ.૧૪૫૪ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૨૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ઈન્ફોસીસ લિ. ( ૧૪૨૮ ) :- રૂ.૧૪૪૭ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૫૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૦૪ થી રૂ.૧૩૯૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૮૧ ) :- રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૧૪ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૫૭ થી રૂ.૧૩૩૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ભારત ફોર્જ ( ૧૧૬૮ ) :- ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૦૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૪૪ થી રૂ.૧૧૩૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૨૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- જીન્દાલ સ્ટીલ ( ૯૯૨ ) :- રૂ.૧૦૧૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૨૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૭૭ થી રૂ.૯૬૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૩૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies