જાણીતી શિવ શક્તિ ડેરી ફાર્મ નામની પેઢીને ડબલ રકમનુ વળતર ચૂકવવા અદાલતનો હુકમ
Rajkot,તા.11
શહેરની જાણીતી શિવ શક્તિ ડેરી ફાર્મ નામની પેઢી પાસેથી ખરીદ કરેલ બટર મિલ્ક અને પનીરની રકમ ચૂકવવા આપેલો રૂપિયા 1.46 લાખનો ચેક વગર વસુલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે સીતારામ કેટરર્સ વાળા જયેશ વ્યાસને બે વર્ષની સજા અને ચેક મુજબની ડબલ રકમ નો વળતર ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરના મહુડી મેઇન રોડ ફુલિયા હનુમાન સામે આવેલી શિવ શક્તિ ડેરી ફાર્મ પાસેથી શહેરના શ્રીનગર શેરી નંબર 5 ભાડેશ્વર મહાદેવ મંદિર ની સામે સીતારામ કેટરર્સ વાળા જયેશ વ્યાસે બટર મિલ્ક અને પનીરની ખરીદી કરી હતી જે રકમ ચૂકવવા 1.46 લાખનો ચેક આપ્યો હતો જે ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ શિવ શક્તિ ડેરી ફાર્મ નામની પેઢીના સંચાલકે સીતારામ કેટરર્સ વાળા જયેશ વ્યાસને નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે શિવ શક્તિ ડેરીના ભાગીદાર જગદીશભાઈ અકબરીયે સીતારામ કેટરર્સ વાળા જયેશ વ્યાસ સામે અદાલતમાં ફોજદારી ફરિયાદ દાખલ કરતા કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવા અને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાને ધ્યાને લઇ અધિક શાહે સીતારામ કેટરર્સ વાળા જયેશ વ્યાસને બે વર્ષની સજા અને એક મુજબની રકમ 1.46 લાખની ડબલ 2.92 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. રકમ સમય મર્યાદામાં ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની સાદી કેદની સજા નો હુકમ કર્યો છે. ફરિયાદી વતી એડવોકેટ તરીકે પિયુષ સખીયા મુકેશ કેસરિયા સંજયસિંહ જાડેજા રાજેશ મજુપા હાર્દિક પાઠક અને હાર્દિક વાગડિયા રોકાયા હતા