એલસીબી, એ ડિવિઝન, બી ડિવિઝન, ગાંધીગ્રામ, યુનિવર્સીટી, તાલુકા, કુવાડવા અને થોરાળા પોલિસના દરોડા : રૂ. 1.63 લાખની રોકડ કબ્જે
Rajkot,તા.11
શહેરમાં જન્માષ્ટમી પર્વ નજીક આવતા ઠેર ઠેર જુગારના પાટલા મંડાયા છે. ત્યારે શહેર પોલીસે ખેલીઓના રંગમાં ભાંગ પાડી અલગ અલગ વિસ્તારમાં નવ દરોડા પાડી પાંચ મહિલા સહિત કુલ 61 શખ્સોને રૂ. 1,63,280 ની રોકડ સાથે ઝડપી પાડ્યા છે. શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલ ઓડીના શોરૂમ સામે શાંતિ ઇન્ડસ્ટ્રીઝના ગેટ નજીક સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા કિશોર દેવશીભાઈ આસોદરીયા, ગોપાલ છેલાભાઈ બાંભવા, પ્રકાશ ધીરુભાઈ કમેજરીયા, પોપટ પરબતભાઈ વકાતર, સંજય જેઠાભાઈ મુંધવા, ગોપાલ વાલજીભાઈ સરાવડીયા અને રોહિત સવજીભાઈ કુંડારીયા એમ કુલ સાત શખ્સોને રોકડ રૂ.35,650 સાથે એલસીબી ટીમએ દબોચી લીધા હતા. કાળીપાટ ગામ હનુમાનજી મંદિર પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા વિશાલ સુખાભાઈ ગોવાણી, કાનજી ભગવાનજીભાઈ સરવૈયા, રજાક યુસુબભાઈ અંસારી, મનીષ રણછોડભાઈ રોજાસરા અને રાજુ કરશનભાઈ રાઠોડને રૂ. 27,100 ની રોકડ સાથે પકડી પાડ્યા હતા. સોની બજારના માંડવી ચોક ખાતે કામદાર શેરીના ખૂણે જાહેરમાં જુગટુ ખેલતા ધર્મેન્દ્ર ધીરજલાલ ત્રિવેદી, નિલેશ દિનેશચંદ્ર આડેસરા, જીતેન્દ્ર ખુશાલદાસ પાટડીયા, ભરત કનૈયાલાલ આડેસરા, રાજેશ મનુભાઈ મિસ્ત્રી અને હિતેશ હસમુખભાઈ બોસમિયાને કુલ રોકડ રૂ. 3500 સાથે ઝડપી પાડ્યા હતા. આરટીઓ કચેરી નજીક શિવમ સોસાયટી શેરી નંબર-3 ના રહેણાંક મકાનમાંથી પ્રકાશ નાથાભાઈ રીબડીયા, જમન ઉર્ફે જગદીશ કરમશીભાઈ અણદાણી, વિપુલ ડાયાભાઈ તળપદા, પંકજ છગનભાઈ અણદાણી, ધનસુખ પરસોત્તમભાઈ ભંડેરી, સુરેશ કરસનભાઈ રાજપુત, જયેશ વલ્લભભાઈ બુસા અને ભાવેશ સુરેશભાઈ રામાણીને કુલ રોકડ રૂ.15,250 ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.
રૈયાધાર સ્લમ ક્વાર્ટર પ્લોટ નંબર 210 ખાતે રહેણાંક મકાનમાં મંડાયેલ જુગારના પાટલા પર દરોડો પાડી કાંતિ ઉર્ફે કનુભાઈ રામજીભાઈ વાઘેલા, સુનિલ લાખાભાઈ પરમાર, મહેશ રમેશભાઈ રાઠોડ, કરસન શામજીભાઈ જાદવ, ગિરીશ મૂળજીભાઈ વરણ, જયેશ માવજીભાઈ ચાવડા, મહેશ જયંતીભાઈ મોભેરા, રાજુ પરસોતમભાઈ ચૌહાણ, ગોવિંદ ભવાનભાઈ વાઘેલા, મનીષ રાજેશભાઈ શ્રીમાળી અને અનિલ ટાભાભાઈ ચાવડાને કુલ રોકડ રૂ.13,700 સાથે ઝડપી લીધા હતા. મોકાજી સર્કલ પાસે આવેલ રહેણાંક મકાનમાં દરોડો પાડી જુગટુ ખેલતા બળભદ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા, મીત શૈલેષભાઈ નથવાણી, ભાર્ગવસિંહ ભોજરાજસિંહ જાડેજા, દિપકસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ સહદેવસિંહ જાડેજા અને અજયસિંહ ઇન્દ્રસિંહ ઝાલાને રૂ.10,190 ની રોકડ સાથે પકડી પાડ્યા હતા. જલારામ-2, અનમોલ એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલ ફ્લેટ નંબર 302 ખાતે દરોડો પાડી જુગાર રમતા હિતેન્દ્ર ભાનુશંકરભાઈ જાની, પ્રિયાંશ રૂપેશભાઈ તેરૈયા, આદિત્ય હર્ષદભાઈ પાંધી, ગૌરવ પ્રફુલભાઈ ગાંધી, પ્રેમ દિનેશભાઈ વસીયાની, ક્રિશ હિતેશભાઈ રૂપાણી, યશ નિરલભાઈ કક્ક્ડ, અંજલીબેન રૂપેશભાઈ તેરૈયા અને વાણીબેન ગૌરવભાઈ ગાંધીને કુલ રોકડ રૂ.12250 સાથે ઝડપી પાડ્યા હતા સંત કબીર રોડ પર શક્તિ સોસાયટી શેરી નંબર-5 ખાતે આવેલ શિવમ મકાનમાં દરોડો પાડી જુગાર રમતા પ્રવીણ હંસરાજભાઈ ભંડેરી, અશોક પ્રાગજીભાઈ ચૌહાણ, વિમલ નાથાભાઈ મોરાણી, ગૌતમ રામજીભાઈ સોલંકી અને જયસુખ બાબુભાઈ બળેલિયાને રોકડા રૂ. 35000 સાથે દબોચી લીધા હતા. દૂધસાગર રોડ પર શિવાજીનગર શેરી નંબર-18 મા આવેલ રહેણાંક મકાનમાં દરોડો પાડી સંગીતાબેન સંજયભાઈ ચાવડા, વિજુબેન બાબુભાઈ જોળીયા, રંજનબેન દિનેશભાઈ જાડેજા, લાલા રામુભાઈ સમેસા, અજય ધર્મેશભાઈ મકવાણા અને રાજેશ ઉર્ફે રાજુ મોહનભાઈ ભુવાને રોકડ રૂ. 10,640 સાથે ઝડપી લીધા હતા.