Gandhinagar,તા.૧૧
ગુજરાત રાજ્ય સરકારે મહેસુલી તલાટી સંદર્ભે વર્ષ ૨૦૧૭માં લેવામાં આવેલ મહત્વના નિર્ણયને રદ્દ કરી લીધો છે. નવા નિર્ણય અનુસાર હવે બેથી ત્રણ ગામો વચ્ચે એક જ તલાટીનો લાભ આપવામાં આવશે. એટલે કે દરેક ગામ માટે અલગ તલાટી મળવાનું હવે શક્ય નહીં રહે.
વર્ષ ૨૦૧૭માં તત્કાલીન રાજ્ય સરકારે મહેસુલી તલાટીઓને પંચાયતમાં પ્રતિનિયુક્તિથી મુકવાનો નિર્ણય કર્યો હતો. સરકારનો મુખ્ય ઉદ્દેશ હતો કે દરેક ગામમાં એક તલાટી હોવો જોઈએ. જેથી ગ્રામજનોને તેમના કાર્યો માટે વારંવાર દોડધામ ન કરવી પડે. પાંચ મંત્રીઓને પાંચ અધિકારીઓની કમિટીએ વર્ષ ૨૦૧૭ માં મહેસુલી તલાટીને પંચાયતમાં સમાવવા માટે નિર્ણય કર્યો હતો. પરંતુ હવે મહેસુલ વિભાગે સત્તાવાર ઠરાવ બહાર પાડી ને આ જૂનો નિર્ણય રદ્દ કર્યો છે. અર્થાત્ હવે મહેસુલી તલાટીનું કામગામ એકથી વધુ ગામો માટે વિતરણ કરવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા રેવન્યુ વિભાગ દ્વારા રેવન્યુ તલાટી ભરતીમાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં અગાઉ રેવન્યુ તલાટીની ભરતી માટે ધો. ૧૨ પાસ જરૂર હતું. જેની જગ્યાએ હવે રેવન્યુ તલાટીની ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર સ્નાતક ફરજીયાત હોવો જોઈએ.
ગુજરાત સરકાર દ્વારા રેવન્યુ વિભાગ દ્વારા રેવન્યુ તલાટી ભરતીમાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં અગાઉ રેવન્યુ તલાટીની ભરતી માટે ધો. ૧૨ પાસ જરૂર હતું. જેની જગ્યાએ હવે રેવન્યુ તલાટીની ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર સ્નાતક ફરજીયાત હોવો જોઈએ.
તેમજ રેવન્યુ તલાટીની ભરતીમાં ઉમેદવારોની વય મર્યાદામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે ઉમેદવારોની વય મર્યાદા ૩૩ વર્ષથી વધારી ૩૫ વર્ષ કરવામાં આવી છે. આ સુધારા બાબતે રેવન્યુ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર પણ કરવામાં આવી છે. રીક્રુટમેન્ટ રુલ્સમાં ફેરફાર કરવામાં આવ્યા છે.