Rajkot , તા.12
શહેરમાં આજે બપોરે શ્રાવણી ઝાપટાનો માહોલ સર્જાયો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ નોંધાયો હતો. છેલ્લા 2 દિવસથી શહેરમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ત્યારે આજે બપોરે પણ વરસાદી ઝાપટા અનુભવાયા હતા.
શહેરમાં બપોરે 2 થી 3 વાગ્યા સુધીમાં નોંધાયેલ આંકડા મુજબ, સેન્ટર ઝોનમાં 6 મીમી, ઈસ્ટ ઝોનમાં 4 મીમી અને વેસ્ટ ઝોનમાં 7 મીમી વરસાદ નોંધાયો છે.
બપોરના સમયે અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાતા પવન સાથે ઝાપટા પડ્યા હતા, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદને કારણે રસ્તાઓ પર થોડોક પાણી ભરાયો હતો, જ્યારે ગરમીથી પરેશાન નાગરિકોને રાહત મળી હતી.