Rajkot , તા.12
રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ગ્રીનલેન્ડ ચોકડીથી શાપર સુધી સર્વિસ રોડ તથા કોઠારીયા ચોકડી ફ્લાયઓવર બ્રીજ અને રામવન પાસે નવો ઓવરબ્રિજ બનાવવાની સાસંદ રામભાઈ મોકારીયાની રજૂઆતને સફળતા મળી.
હાલમાં પાર્લામેન્ટનું ચોમાસું સત્ર ચાલુ છે. આ દરમ્યાન રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરીયાએ કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે વિભાગના મંત્રી નીતિન ગડકરીને મળીને લેખિત તથા રૂબરૂ રજૂઆત કરેલ. જેમાં જણાવ્યું છે કે, રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર આવેલ શાપર/વેરાવળમાં થયેલ ભારે ઔદ્યોગિકરણના કારણે રાજકોટથી શાપર વચ્ચે ભારે ટ્રાફિક રહે છે .
જે ધ્યાને લઇ ગ્રીનલેન્ડ ચોકડીથી શાપર સુધીના સર્વિસ રોડને અપગ્રેડ કરી સિમેન્ટ રોડ બનાવવા તથા બોલબાલા માર્ગ પરની કોઠારીયા રીંગ રોડ પરની ચોકડી પર ફ્લાયઓવર બ્રીજ બનાવવા અને રામવન (મીરા ઉદ્યોગ)પાસે નવો ઓવરબ્રિજ બનાવવાની કરેલ રજૂઆત ધ્યાને લઈને આ કામો તુરતજ હાથ ધરવા મંત્રીએ સબંધકર્તા અધિકારીઓને સૂચના આપેલ છે.