Junagadh તા.12
માંગરોળના શીલ પોલીસ સ્ટેશન નીચેના મીતી ગામે ખેડુતના ઘરમાં રાખેલ જીરાની 7 બોરી રૂા.70 હજારનું કોઈ ચોરી કરી લઈ ગયાની ફરીયાદ નોંધાવતા શીલ પોલીસે તપાસ હાથ ધરી છે.
શીલથી 50 કી.મી. દૂર મીતી ગામે રહેતા અરજણભાઈ અરશીભાઈ વાઘ (ઉ.45)ના મકાનના હોલમાં કાચની સ્લાઈડીંગ વાળી બારીનો લોક તોડી મકાનમાં પ્રવેશી રૂમમાં રાખેલ જીરૂ બોરી 7 કિંમત રૂા.70,000નું ગત તા.2થી 9 દરમ્યાન કોઈ અજાણ્યા ઈશમો ચોરી કરી લઈ ગયાની ફરીયાદ નોંધાવતા શીલ પોલીસ ઈન્સ. એ.પી. ડોડીયાએ તપાસ હાત ધરી છે.