Rajkot, તા.12
પરિણિતા પર જૂની વાતનો ખાર રાખી દીયર અને દેરાણીએ સળિયાથી હુમલો કર્યો હતો. જાનકી સાગરભાઈ સોલંકી (ઉ.વ.28, રહે- શિતલ પાર્ક પાસે, બાપા સીતારામ ગૌશાળાની પાછળ, મફતીયાપરા)એ જણાવ્યું કે, મારે સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે. અને અમારૂ મૂળ વતન જસદણ છે.
હાલ અમો ભાડાના મકાનમાં રહીએ છીએ. ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાની આસપાસ હું મારા ઘર પર હતી ત્યારે મારા જીજાજી રવિ સુરેશભાઈ ડાભી આવતા હું તેમની સાથે ઘર આંગણે વાતચીત કરતી હતી ત્યારે મારા દિયર રાહુલ સોલંકી તથા તેમની પત્ની શીતલબેન મારી પાસે આવેલ.
મને જેમ ફાવે તેમ અપશબ્દો દેવા લાગેલ. મને ઢીકાપાટુનો માર મારવા લાગેલ. લોખંડના સળિયા વડે એક ઘા માથાના ભાગે મારવા જતા મેં મારા જમણો હાથ આડો રાખી દીધેલ હતો.
દેરાણી શીતલબેન મને મારા વાળ પકડી માર મારવા લાગેલ હતી. પતિ સાગરને ફોન કરી બનાવની જાણ કરેલ મારા પતિ આવી જતા મારી સારવાર માટે રિક્ષામાં બેસી સિવિલ હોસ્પિટલમાં આવેલ. જૂની વાતનો ખાર રાખી મારાં ઉપર હુમલો કરાયો હતો.