Junagadh,તા.૧૨
લોકપ્રિય કલાકાર ઉઠીને ગુંડાગીરી પર ઉતરે આવે ત્યારે લોકોના હૃદય પર કેવો ઠુકરાઘાત થતો હશે! ગુજરાતના ડાયરાના જાણીતા કલાકાર દેવાયત ખવડ સાથે પણ આવું જ બન્યું છે. ડાયરા કિંગ તરીકે જાણીતો દેવાયત ખવડ ફરી મોટો વિવાદમાં આવ્યો છે. જુનાગઢ જિલ્લાના તાલાલાના ચિત્રાવડ ગામમાં દેવાયત ખવડની ફોર્ચ્યુનર કાર અને કિયા કાર સામસામે અથડાઈ હતી. કાર ટક્કરમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. આ ઘટના સમયે હવામાં ગોળીબાર થયો હોવાનું પણ કહેવાય છે. તાલાલાના ચિત્રાવડમાં દેવાયત ખવડની ફોર્ચ્યુનરે ટક્કર મારતાં કિયા રોડની બાજુમાં ઉતરી ગઈ હતી. ત્યાર બાદ દેવાયત ખવડના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણન માર માર્યાના પણ સમાચાર છે.
ગઈકાલે સનાથલ ગામમાં દેવાયત ખવડના ડાયરોનું આયોજન કરાયું હતું. પરંતું દેવાયત ખવડ ડાયરા સમયે હાજર રહ્યા ન હતા. બીજી તરફ, દેવાયત ખવડ આણંદ સોજીત્રા ખાતે ડાયરામાં પહોંચ્યા હતા. જેથી ડાયરામા હાજર નહીં રહેતા હુમલો થયાનું અનુમાન છે. દેવાયત ખવડે એક જ દિવસમાં બે ડાયરાના કાર્યક્રમ રાખ્યા હતા. તેઓ એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, પરંતુ બીજા કાર્યક્રમમાં કોઈ કારણોસર હાજર રહ્યા નહોતા. આ ગેરહાજરીને કારણે બીજા કાર્યક્રમના આયોજકો અને લોકોમાં નારાજગી ફેલાઈ હતી, જે બાદમાં બબાલમાં પરિણમી હતી.
ગઈકાલે રાત્રે ડ્રાઈવર કાર લઈને અમદાવાદ તરફ આવી રહ્યો હતો ત્યારે કાર પર હુમલો થયો હતો. હુમલો કરનાર દેવાયત ખવડની કાર લઈ ગયા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. સનાથલ ગામના બે અને સાણંદના એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે.
તાલાલાના ચિત્રાવડમાં દેવાયત ખવડની ફોર્ચ્યુનરે ટક્કર મારતાં કિયા રોડની બાજુમાં ઉતરી ગઈ હતી. ત્યાર બાદ દેવાયત ખવડના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણન માર માર્યાના પણ સમાચાર છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતના ત્રણ લોકો કાલે ચિત્રાવડ ગામે ક્રિષ્ના હોટેલમાં રોકાયા હતા. ધ્રુવરાજસિંહ ચૌહાણ ગીરમાં હોવાનું સ્ટેટસ મૂક્યું હતું. તેને લઈને દેવાયત ખવડ અને તેના માણસોએ રેકી કરીન બલાલ કરી હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે સનાથલ ગામ ખાતે ગત ૨૦ ફેબ્રુઆરીના રોજ ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા તેમની કાર પર હુમલો થયો હતો. આ મામલે એક પોલીસે ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ, રામભાઈ ચૌહાણ, મેઘરાજ સિંહ અને અન્ય ચાર લોકો વિરુદ્ધ ધાડની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ હુમલો કરનાર આરોપી પૈકીના એક આરોપી ભગવતસિંહે પણ દેવાયત ખવડ વિરુદ્ધ આઠ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.