New Delhi,તા.13
દેશમાં ચોમાસાથી અનેક રાજયોને અસર થઈ છે. ઉતરાખંડ, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી હાલત ગંભીર છે. જયારે મેદાનના વિસ્તારોમાં પૂરનો ખતરો વધી ગયો છે. હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીર, ઉતરાખંડ અને તેલંગાણા માટે રેડ એલર્ટ જાહેર કયુર્ં છે, યુપી અને બિહારમાં નદીઓ બે કાંઠે છે જેનાથી 17 લાખ લોકોને અસર થઈ છે.
હવામાન વિભાગે જમ્મુ- કાશ્મીર, ઉતરાખંડ અને તેલંગાણા માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કયુર્ં છે. આ રાજયોમાં ભારેથી અતિ ભારે કડાકા ભડાકા અને વીજળીના પડવા સાથે વરસાદની આગાહી કરી છે.
યુપી અને બિહારમાં ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે. ગંગા અને કોસી સહિત રાજયની બધી નદીઓ ગાંડીતૂર થઈ છે. પુરનું પાણી લોકોના ઘરમાં ઘુસી ગયું છે. બિહારમાં 12 જીલ્લામાં લગભગ 17 લાખ લોકોને પૂરની અસર થઈ છે.
યુપી, બિહારમાં ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગે બન્ને રાજયોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કયુર્ં છે. આઈએમડી અનુસાર યુપીના 55 જીલ્લામાં વરસાદનું એલર્ટ છે. જયારે બિહારના 24 જીલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.
ઉતરાખંડમાં 5 ઓગષ્ટથી હવામાન સતત ખરાબ છે. હવામાન વિભાગે આજે પણ મુશળધાર વરસાદનું રેડ એલર્ટ જાહેર કયુર્ં છે. હિમાચલ પ્રદેશમાં 15 ઓગષ્ટ સુધીમાં 5 જીલ્લા કુલુ, ઉના, હમીરપુર, ચંબા, સોલનમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના દર્શાવી છે. સાથે સાથે કિન્નોર, લાહુલ અને સ્પીતીયા ફલેશ ફલડની પણ આશંકા છે.
દિલ્હીમાં પણ હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કયુર્ં છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, ઝારખંડ, છતીસગઢ, ઓડિશા, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. રાજસ્થાન, ગુજરાત અને ગોવાના કેટલાક ભાગોને છોડીને બાકી રાજયોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.