Rajkot, તા.13
હસનવાડીના 44 રાકેશભાઈ ગંઢેચાનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. તેમના પરિવારજનોએ જણાવ્યું કે, રાકેશભાઈ ભાઈલાલભાઈ ગંઢેચા (ઉંમર વર્ષ 44, રહે. હસનવાડી શેરી નંબર 3બી કોર્નર) રીક્ષા ચલાવતા. તેઓ ભાડાના મકાનમાં રહેતા.
આજે સવારે 7:30 વાગ્યે પોતે ઘરે હતા ત્યારે હાથમાં દુ:ખાવો થતા પોતાના મકાન માલિકને જાણ કરી હતી મકાન માલિક તેમને લઈ રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા. અહીં તેમનો ઇસીજી થતું હતું ત્યાં જ બેભાન થઈ ગયા હતા અને મોત નીપજ્યું હતું. રાકેશભાઈ અપરણિત હતા. એકલા જ રહેતા હતા. તેઓ 2 ભાઈ અને 2 બહેનમાં નાના હતા.
બીજા એક બનાવમાં હર્ષ બુધાભાઈ માજી (ઉંમર વર્ષ 28, રહે. જીવરાજ પાર્ક, પટેલ ચોક, ઝૂંપડપટ્ટીમાં) ગત તા.9ના રાત્રિના આઠ વાગ્યા આસપાસ પોતાના ઘર પાસે હતો ત્યારે પડી જતા તા.10ના રોજ બપોરે 2:00 વાગ્યા આસપાસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જેને માથામાં ઇજા હોવાથી ડોક્ટરે રીટ્રોગેટ એમએલસી કરાવેલ હતી.
જેનું ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે રાત્રે 10 વાગ્યા આસપાસ મૃત્યુ નીપજ્યું હતું. જાણવા મળ્યું છે કે, તે પડી જતા માથામાં પથ્થર લાગતા ઈજા થઈ હતી. જે જીવલેણ નીવડી હતી. હર્ષ બે ભાઈમાં મોટો હતો. મૂળ ઓરિસ્સાનો વતની હતો. અહીં કડિયા કામની મજૂરી કરતો હતો.

