Amreliતા.13
વડિયાના મોરવાડા ગામે સિંહ પરિવારે ગાયનું મારણ કર્યાના સમાચાર વાયુવેગે ફેલાયા હતા. આ બાબતે સ્થાનિક સંપર્ક કરતા ગામ એક ખેડૂતે જણાવ્યા અનુસાર સિંહ પરિવાર દ્વારા ગામમાં ગાયનું મારણ કર્યું હતુ અને વાડી વિસ્તારમાં આટાફેરા કરતા જોવા મળ્યા હતા.
હાલ ચોમાસુ પાક વરસાદના અભાવે મુરજાતો હોવાથી ખેડૂતો પોતાના ખેતરમાં પાકમાં પાણી વાળવાની કામગીરી કરતા હોય, રાત દિવસ વાડીએ મજૂરો વસવાટ કરતા હોય અને ગામમાં પશુપાલકો પાસે પશુઓ પણ મોટી સંખ્યામાં હોવાથી વડિયાના ગ્રામીણ વિસ્તારમાં હાલ ભાયનો માહોલ ફેલાયો છે. તો મોરવાડા ગામે ગાયના મારણ અને સીંહના વિડિઓ પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા જોવા મળ્યા છે.