Amreli, તા.13
અમરેલી સુવર્ણકાર સંઘ દ્વારા દેશનાં રેલ્વે મંત્રીને પત્રમાં જણાવેલ છે કે રેલ્વેતંત્ર આધુનિક ટેકનોલોજીના સહયોગથી ઝડપભેર વિકસી અને વિસ્તરી રહયુ છે. જે સૌ ભારતીય માટે ગૌરવની બાબત છે.
વર્તમાન સરકાર દ્વારા પણ રેલ્વેતંત્રના આધુનિકરણ અને વિસ્તૃતિ કરણનું કાર્ય અત્યંત સરાહનીય છે. પરંતુ કેટલાક સંજોગો અને કેટલાકન સમજી શકાય તેવા કારણોથી રેલ્વેના વિકાસનો લાભ દરેક જીલ્લાઓને સમાંતર રીતે મળી રહયો નથી. ખાસ કરીને અમરેલી, અમદાવાદ અને વેરાવળ (સોમનાથ) જવા આવવા માટે ટ્રેન સુવિધાથી વંચિત રહયો છે.
(1) ગ્રાંધીગ્રામથી બોટાદની (ઈન્ટરસીટી એકસપ્રેસ ડાઉન) ટ્રેન નંબર: 20965 જે દૈનિક છે. જો આ ટ્રેનને બોટાદથી ધોળા, ઢસા, લાઠી , ખીજડીયા જંકશન , ચિતલ જેતલસર જંકશન , જુનાગઢ વાયા વેરાવળ સુધી લંબાવી વેરાવળથી પરત અમદાવાદ આ જ રૂટ ઉપરથી દોડાવો તો જિલ્લાની જનતાનેરેલ્વેતંત્રની અમૂલ્ય સેવાનો લાભ મળી શકે.
વધુમાંથી અમદાવાદથી બોટાદ (પાર્શ્વનાથ એકસપ્રેસ) દૈનિક ટ્રેન નંબર 12942 છે. જો આ ટ્રેનને પણ ઉપરોકત રૂટ ઉપરથી વેરાવળ સુધી લંબાવી અને વેરાવળ પરત અમદાવાદ આજ રૂટ ઉપરથી દોડાવોતો અમરેલી જિલ્લાની જનતાને રેલ્વેતંત્રની આ અમૂલ્ય સેવાનો લાભ મળી શકે.
અમરેલીની વિવિધ સંસ્થાઓ, સરકારી પ્રતિનિધિઓ અને સૌ કોઈ નાગરિકો દ્વારા અનેક વખત આવેદન પત્રો આપવામાં આવ્યા છે તથા રેલીઓ પણ કાઢવામાં આવી છે. પરંતુ રેલ્વે તંત્ર દ્વારા સકારાત્મક વલણ રહયું નથી.