Surendranagar,
સુરેન્દ્રનગર એલસીબી પોલીસે દસાડા તાલુકામાં પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન ઝીંઝુવાડા પોલીસ મથકની હદમાં આવેલ મુલાળા ગામે ખરાબાની જમીનમાં જુગાર રમતા પાંચ શખ્સો (1) દશરથભાઈ કરશનભાઈ ચૌહાણ (2) જાયમલભાઈ મુળાભાઈ દેસાઈ બન્ને રહે.ગાંધીનગર (3) વિનોદભાઈ દેવજીભાઈ મકવાણા રહે.ચીકાસર (4) બળદેવભાઈ લઘરાભાઈ ઠાકોર રહે.વાવોલ ગાંધીનગર અને (5) લક્ષ્મવણભાઈ શિવાભાઈ પરમાર રહે.સાવડાવાળાને રોકડ રૂા.46,570, 6 મોબાઈલ કિંમત રૂા. 30,000, બે બાઈક કિંમત રૂા. 40,000 સહિત કુલ રૂા.1,16,570ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
જ્યારે યોગેન્દ્રસિંહ ઉર્ફે લાલો મેઘરાજસિંહ ઝાલા રહે.ઝીંઝુવાડા, એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોનનો ધારક, બે અલગ-અલગ બાઈકના ચાલક સહિતનાઓ નાસી છુટવામાં સફળ રહ્યાં હતાં. એલસીબી પોલીસે તમામ વિરૂધ્ધ ઝીંઝુવાડા પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સ્થાનીક પોલીસને અંધારામાં રાખી એલસીબી ટીમે રેઈડ કરતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.