Mumbai,તા.13
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાને સમન્સ મળ્યા બાદ તેઓ ઇડી કાર્યાલય પહોંચ્યા હતા. અને અહીં તેમની પૂછપરછ કરાઇ હતી. 1xBet મામલામાં પોતાના નિવેદન દાખલ કરવા માટે દિલ્હીના ઇડી કાર્યાલયમાં હાજર થયા હતા. એજન્સીઓના જણાવ્યા મુજબ સુરેશ રૈનાનું નામ આ મામલામાં એટલા માટે જોડાયુ છે કારણ કે, તેઓએ કેટલીક જાહેરાત અને એન્ડોર્સમેન્ટ કર્યા છે.સુરેશ રૈના મામલે ઇડીએ આ તમામ જાહેરાત અને એન્ડોર્સમેન્ટની માહિતી માગી છે. તેમની સાથે આ પૂછપરછ PMLA એટલે પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યુ છે કે, એપ યુઝર્સ દ્વારા ચુકવણી કરવામાં આવતી હતી ત્યારે રોજ રિસીવરનું નામ અને ડિટેલ બદલાઇ જતુ હતુ. પરંતુ પૈસા 1xBetના એકાઉન્ટમાં પહોંચતો હતો. ઇડીને શંકા જતા તેઓએ સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી. સુરેશ રૈના સિવાય અન્ય હસ્તિઓના નામ પણ આ કેસમાં સામે આવ્યા છે.