Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ram Charan ની પર્સનલ લાઈફ વિશે પત્ની ઉપાસનાએ કર્યા ખુલાસા

    August 14, 2025

    Shilpa Shetty અને રાજ કુન્દ્રા ફરી મુશ્કેલીમાં; 60.4 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ

    August 14, 2025

    Aamir and Ajay મિર્ચીની ‘આઝાદી કી કહાની’માં અવાજ આપશે

    August 14, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ram Charan ની પર્સનલ લાઈફ વિશે પત્ની ઉપાસનાએ કર્યા ખુલાસા
    • Shilpa Shetty અને રાજ કુન્દ્રા ફરી મુશ્કેલીમાં; 60.4 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ
    • Aamir and Ajay મિર્ચીની ‘આઝાદી કી કહાની’માં અવાજ આપશે
    • Ukraine-Russia war: ટ્રમ્પ – પુતિન વચ્ચે સંવાદ પહેલા જ યુરોપમાં ફૂટ
    • ટ્રેડ ડીલ મામલે ભારત સરખી રીતે વાત નથી કરતું : Scott Besant
    • ટ્રમ્પ સાથે 15મીએ બેઠક પહેલા Vladimir Putinને તાકાત બતાવી: ખતરનાક Missile નું પરિક્ષણ
    • કાલે પુતિન સાથે બેઠક પુર્વે Donald Trump ની ધમકી
    • Himachal માં ફરી પાંચ સ્થળોએ વાદળ ફાટયા; ડઝન રાજયોમાં ભારે વરસાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજ્યમાં કુલ રૂ. ૧,૪૭૮ કરોડ કરતાં વધુનું મૂડીરોકાણ ધરાવતા ૨૨ મોટા એકમોની અરજીઓ મંજૂર
    ગુજરાત

    રાજ્યમાં કુલ રૂ. ૧,૪૭૮ કરોડ કરતાં વધુનું મૂડીરોકાણ ધરાવતા ૨૨ મોટા એકમોની અરજીઓ મંજૂર

    Vikram RavalBy Vikram RavalAugust 13, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રાજ્યમાં ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ’ યોજના અંતર્ગત અંદાજે રૂ. ૧.૪૮ લાખ કરોડના મૂડીરોકાણ સાથે ૧.૬૫ લાખ કરતાં વધુ સીધી રોજગારીનું સર્જનઃ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત

    Gandhinagar,તા.૧૩

    ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં મોટા ઉદ્યોગોને ફાઇનલ એલીજીબીલીટી પ્રમાણપત્ર આપવા અંગેની સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કુલ રૂ. ૧,૪૭૮.૭૧ કરોડનું મૂડીરોકાણ ધરાવતા ૨૨ મોટા એકમોની અરજીઓ મંજૂર કરવામાં આવી હતી, જેનાથી રાજ્યમાં અંદાજિત ૪,૧૩૬ જેટલી નવી રોજગારીનું સર્જન થયું છે.

    આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં એક ઉદ્યોગ ફ્રેન્ડલી ઇકો સિસ્ટમનું નિર્માણ થયું છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ’ યોજના અંતર્ગત અંદાજે રૂ. ૧,૪૮,૩૩૬. ૩૫ કરોડનું મૂડીરોકાણ તેમજ ૧.૬૫ લાખ કરતાં વધુ સીધી રોજગારીનું સર્જન થયું છે. જેના પરિણામે સ્જીસ્ઈ સેક્ટરના નાના અને મધ્યમ કક્ષાના આનુષંગિક ઉદ્યોગોને વધુ વેગ મળ્યો છે.

    મંત્રી રાજપૂતે કહ્યું કે, આજે મંજૂર કરવામાં આવેલી અરજીઓ પૈકી અમદાવાદ જિલ્લામાં મેટલ, પેપર, ફૂડ-એગ્રો, સિમેન્ટ-કોન્ક્રીટ સેક્ટરમાં રૂ. ૩૮૩.૯૧ કરોડ, કચ્છમાં મેટલ સેક્ટરમાં રૂ. ૨૨૭.૭૭ કરોડ, ભરૂચમાં કેમિકલ તથા સિરામિક સેક્ટરમાં રૂ. ૨૧૮.૮૮ કરોડ, મહેસાણામાં પેપર સેક્ટરમાં રૂ. ૫૫.૨૩ કરોડ, મોરબીમાં સિરામિક, મેટલ, પેપર, ટેક્ષ્ટાઇલ સેક્ટરમાં રૂ. ૧૬૭.૭૦ કરોડ, રાજકોટમાં મેટલ સેક્ટરમાં રૂ. ૩૬.૨૨ કરોડ, વલસાડમાં કેમિકલ, પ્લાસ્ટિક તથા પેપર સેક્ટરમાં રૂ. ૩૫૯.૪૭ કરોડ તથા સુરેન્દ્રનગર જિલ્લામાં પેપર સેક્ટરમાં રૂ. ૨૯.૫૩ કરોડના મૂડીરોકાણને સહાય માટે મંજૂરી આપવામાં આવી છે. જે રાજ્યમાં ઉદ્યોગોને વધુને વધુ સક્ષમ બનાવવા તેમજ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ગુજરાતમાં રોજગારી વધારવામાં મહત્વનો ભાગ ભજવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

    અત્રે નોંધનીય છે કે, ગુજરાતને વ્યાપક સામાજિક અને આર્થિક વિકાસની દીવાદાંડી બનાવવાના વિઝન સાથે રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક નીતી-૨૦૧૫ હેઠળ ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ’ યોજનાનો અમલ કરવામાં આવ્યો છે. ગુજરાતને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રમાં અદ્યતન ટેક્નોલોજી અને ઈનોવેશનમાં અગ્રેસર કરવા, અત્યાધુનિક ટેક્નોલોજી સાથે મોટા પાયે રોકાણ આકર્ષિત કરવા તેમજ નવીન પ્રોજેક્ટ્‌સમાં રોકાણને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યમાં આવનારા ઉદ્યોગોને નેટ એસ.જી.એસ.ટી. સહાય આપવા અંગેની આ યોજના થકી ગુજરાત માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં રોકાણનું સૌથી આકર્ષક સ્થળ બન્યું છે, જેને મોટા ઉદ્યોગો દ્વારા સારો એવો પ્રતિસાદ મળ્યો છે.

    આ મિટિંગમાં ઉદ્યોગ-ખાણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા, વન-પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, શ્રમ-રોજગાર વિભાગના સચિવ ડૉ. વિનોદ રાવ, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Limkheda ની એક શાળામાં એલસી કાઢવા માટે ૫૦૦૦ રુપિયાની લાંચ મંગાઈ

    August 13, 2025
    ગુજરાત

    Valsad માં કપરાડા તાલુકા પંચાયતની સભા બની તોફાની, કોંગ્રેસી સભ્યનું ’રોટલી’ સાથે વિરોધ પ્રદર્શન

    August 13, 2025
    અમદાવાદ

    હિટ એન્ડ રનના આરોપીની કોર્ટ પરિસરમા કરાઈ બરાબર ખાતીરદારી, લાકડીઓથી માર માર્યો

    August 13, 2025
    અમદાવાદ

    Gujarat High Court’ ની લાલ આંખ! “દબાણ હટાવવામાં જે કોઈ રાજકીય પ્રેશર કરતા હોય તેમની સામે કાર્યવાહી થશે

    August 13, 2025
    અમદાવાદ

    Gujarat Universit એ કરોડોનું કૌભાંડ કર્યું ,કાપડિયા સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા

    August 13, 2025
    રાજકોટ

    Rajkot:ઇમિટેશનના કારખાનામાંથી જુગારધામ પકડાયું

    August 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ram Charan ની પર્સનલ લાઈફ વિશે પત્ની ઉપાસનાએ કર્યા ખુલાસા

    August 14, 2025

    Shilpa Shetty અને રાજ કુન્દ્રા ફરી મુશ્કેલીમાં; 60.4 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ

    August 14, 2025

    Aamir and Ajay મિર્ચીની ‘આઝાદી કી કહાની’માં અવાજ આપશે

    August 14, 2025

    Ukraine-Russia war: ટ્રમ્પ – પુતિન વચ્ચે સંવાદ પહેલા જ યુરોપમાં ફૂટ

    August 14, 2025

    ટ્રેડ ડીલ મામલે ભારત સરખી રીતે વાત નથી કરતું : Scott Besant

    August 14, 2025

    ટ્રમ્પ સાથે 15મીએ બેઠક પહેલા Vladimir Putinને તાકાત બતાવી: ખતરનાક Missile નું પરિક્ષણ

    August 14, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ram Charan ની પર્સનલ લાઈફ વિશે પત્ની ઉપાસનાએ કર્યા ખુલાસા

    August 14, 2025

    Shilpa Shetty અને રાજ કુન્દ્રા ફરી મુશ્કેલીમાં; 60.4 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ

    August 14, 2025

    Aamir and Ajay મિર્ચીની ‘આઝાદી કી કહાની’માં અવાજ આપશે

    August 14, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.