New Delhi,તા.14
કાશ્મીરને ફરી પુર્ણ રાજયનો દરજજો આપવા અંગેની અરજી પરની સુનાવણી દરમ્યાન આજે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને તેનો જવાબ આપવા આઠ સપ્તાહનો સમય આપ્યો હતો પરંતુ સાથોસાથ એ પણ કહ્યું કે પહેલગામમાં જે બન્યુ છે તે જમીની હકીકતને નજર અંદાજ કરી શકાય નહી.
આજે સર્વોચ્ચ અદાલતે આ અંગે સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટીસ બી.આર.ગવઈની ખંડપીઠે સોલીસીટર જનરલ તુષાર મહેતાની એ દલીલને પણ વિચારણામાં લીધી હતી કે આ પ્રકારની પ્રક્રિયામાં અનેક બાબતો પર વિચાર કરવો પડે છે.
ખંડપીઠે શિક્ષણશાસ્ત્રી જહુર અહમદ ભટ અને સામાજીક રાજનૈતિક કાર્યકર્તા અહમદ મલીકની અરજી પર વિચારણા કરતા સમયે આ ટિપ્પણી કરી હતી. જેમાં અરજદારના ધારાશાસ્ત્રી ગોપાલ શંકરનારાયણ તરફથી ઝડપથી સુનાવણીની માંગણી થઈ હતી.
પરંતુ ચીફ જસ્ટીસે કહ્યું કે પહેલગામમાં જે બન્યુ છે તેને તમે અવગણી શકો નહી અને આ નિર્ણય સંસદ તેમજ સરકારે લેવાનો છે. આ અગાઉ સુપ્રીમકોર્ટે કલમ 370ની નાબુદીને પણ બહાલી આપી હતી.