Washington તા.14
અમેરિકન કોર્ટ દ્વારા ગુગલની સર્ચ મોનોપોલી અંગેના એક ચૂકાદામાં તેને જાણીતા બ્રાઉઝર ગુગલ ક્રોમા વેચવા માટે આપેલા આદેશ અને તેની સામેની ગુગલની અપીલ વચ્ચે હવે એક સ્ટાર્ટઅપ એઆઈ કંપની PREPLEXITY એ 34.5 અબજ ડોલરની ઓફર કરી છે.
જો કે પ્રીપ્લેકીસકી એઆઈએ કરેલી ઓફર ગુગલ સ્વીકારશે કે કેમ તે પણ પ્રશ્ન છે. અમેરિકી જસ્ટીસ વિભાગે અગાઉ ગુગલને તેની સર્ચ મોનોપોલીનો અંત લાવવા માટે ક્રોમા બ્રાઉઝર વેચી નાંખવા જણાવી દીધુ હતું. જો કે આ આદેશ સામે ગુગલ હજુ અપીલમાં છે પણ હવે તે વચ્ચે PREPLEXITY કરેલી ઓફરથી ટેક જગતમાં જબરી સનસનાટી મચી ગઈ છે.
આ કંપનીએ દાવો કર્યો કે જો તેને આ બ્રાઉઝર સોંપવામાં આવે તો તે ઓપન સોર્સ કરી દેશે એટલે મોનોપોલી રહેશે નહી. એટલું જ નહી 18 અબજ ડોલરની માર્કેટ વેલ્યુથી જે ડબલ ઓફર કરી છે તે પણ યથાવત રહે છે.
કંપનીનું કહેવું છે કે, તે બે વર્ષમાં ત્રણ બીલીયન ડોલરનું રોકાણ પણ કરશે અને સર્ચ એન્જીનમાં કોઈ બદલાવ પણ કરશે નહી. ગુગલનું આ બ્રાઉઝર ખરીદવા અનેક ટેક કંપનીઓ આતુર છે. અગાઉ ઓપન આઈ એઆઈ અને યાહુએ પણ ગુગલ પાસેથી ક્રોમા ખરીદવા ઓફર કરી હતી.