Surendranagar, તા.14
સુરેન્દ્રનગરમાં 7 ઓગસ્ટે કોમ્પ્લેક્ષના ધાબા પરથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં પતિ દ્વારા પાંચ લોકોએ તેના પર દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ દાખલ કરાવી છે. પતિનો આરોપ છે કે, ’એક વ્યક્તિ મારી પત્નીને ઉંચકીને કોમ્પ્લેક્ષના ધાબા પર લઈ ગયો હતો અને બાદમાં પાંચ જેટલાં લોકોએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
ફોરેન્સીક રિપોર્ટમાં સામૂહિક દુષ્કર્મમાં મોતની ઘટનાનો ખુલાસો થશે તો હત્યાની કલમ પણ ઉમેરવામાં આવશે. આ સિવાય પોલીસ ફરિયાદીના આરોપના આધારે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ સહિત અન્ય લોકોની પૂછપરછ હાથ ધરી છે. આ મામલે અત્યાર સુધીમાં પ્રકાશ પરમાર અને ઝુમા ફરી બાદલ સહિત ત્રણ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી આ મામલે કોઈ અટકાયત કે ધરપકડ કરવામાં નથી આવી.