New Delhi તા.14
આગામી દિવસોમાં વડાપ્રધાન મોદી ચીનની મુલાકાત લેનાર છે ત્યારે તેના પહેલા ચીનના વિદેશમંત્રી વાંગ પી ભારતની મુલાકાતે સોમવારે આવી રહ્યા છે. તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે સીમા મુદ્દે વિશેષ પ્રતિનિધિ (એસઆર) તંત્ર અંતર્ગત ચર્ચા કરશે.
બાંગ પીનો ભારતનો આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જયારે વડાપ્રધાન મોદી પણ ચીનના તિયાનજિન શહેરની યાત્રાએ જનાર છે. વડાપ્રધાન શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. સુત્રોએ જણાવ્યું હતું કે વાંગ પીનો ભારત પ્રવાસ મુખ્યત્વે સીમા વિવાદને લઈને આગામી દોરની વિશેષ પ્રતિનિધિ ચર્ચાને લઈને થનાર છે.
ઉલ્લેખનીય છે કે, ડોભાલ ગત વર્ષે ડિસેમ્બરમાં ચીન ગયા હતા અને ત્યાં તેમણે વાંગ પી સાથે વિશેષ પ્રતિનિધિ ચર્ચા કરી હતી. ભારત-ચીન વચ્ચે સંબંધોમાં આ હુંફ એવા સમયે જોવા મળી રહી છે જયારે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતીય સામાનો પર 50 ટકા ટેરીફ લગાવ્યો છે.