અભિનેત્રી ઈશા તલવારે શાનૂની પોસ્ટ પર તેના ઓડિશનની વાત શેર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી
Mumbai, તા.૧૪
‘આર્ટિકલ ૧૫’ અને ‘મિર્ઝાપુર’ જેવી ફિલ્મો માટે જાણીતી અભિનેત્રી ઈશા તલવારે હાલમાં જ યુગ રાજ ફિલ્મ્સના કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માને લઈને એવી કોમેન્ટ કરી હતી હતી, જેને લઈને સોશિયલ મીડિયામાં પણ ભારે ચર્ચા થઈ રહી છે. અભિનેત્રી ઈશા તલવારે શાનૂની પોસ્ટ પર તેના ઓડિશનની વાત શેર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી તેણે કહ્યું કે, ‘એક ઓડિશન માટે શાનુએ તેને એક રેસ્ટોરન્ટની વચ્ચે રડવાનું કહ્યું હતું.’ઈશાએ લખ્યું કે, ‘જ્યારે હું શાનુ શર્માને ઓડિશન માટે મળવા ગઈ હતી, ત્યારે શાનુએ મને મુંબઈના વર્સોવામાં આવેલા મિયા કુસિના રેસ્ટોરન્ટમાં એક સીન કરવા કહ્યું હતું. એક વ્યસ્ત રેસ્ટોરન્ટમાં ગ્રાહકો મારા ટેબલની બાજુમાં જમતા અને તેની બાજુમાં મારે રડવું પડશે. કહેવામાં આવ્યું હતું કે એક એક્ટર તરીકે મારે કોઈ સંકોચ ન રાખવો જોઈએ.’ઈશાએ આગળ લખ્યું કે, ‘તે એક ખૂબ જ મૂંઝવણભરી અને વિચિત્ર માગણી હતી. મારો આત્મવિશ્વાસ તૂંટી ગયો. મને સમજાતું નહોતું કે એક વરિષ્ઠ કાસ્ટિંગ ડિરેક્ટરે એક યુવાન છોકરીને આમાંથી કેમ પસાર થવા કહ્યું? કોઈપણ એકટરનું ઓડિશન લેવા સારી કાસ્ટિંગ ઑફિસ હોવી જોઈએ. જો તમે રિયલ લોકેશન પર કામ કરવા ઈચ્છો છો તો જગ્યા ભાડે લો અને ત્યાં ઓડિશન લો. જો કે હું એક દાયકા પછી મારી આ વાત શેર કરી રહી છું. હું નવા કલાકારોને કહેવા માટે હું જણાવી રહી છું કે કોઇ પણ દબાણ અનુભવે નહીં. મને યાદ છે કે મેં કાસ્ટિંગ ડિરેક્ટરને આ રીતે ઓડિશન આપવા ના પાડી દીધી હતી. મને તે પાત્ર મળ્યું પણ નહીં. પણ હું તેમની વિચિત્ર માગણી સામે હાર માની નહીં અને ભૂમિકા માટે રેસ્ટોરન્ટમાં રડી પણ નહીં.’