Junagadhતા. ૧૪
મેંદરડા પંથકની ૨૦ વર્ષીય કોલેજીયન યુવતીએ અભ્યાસના ટેન્શનમાં ઝેરી દવા પીતા રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત થતા, સૂરજગઢના તગમડીયા પરિવાર ઘેરા શોકમાં ડૂબ્યા છે.
મેંદરડાના સુરજગઢ ગામે રહેતી નેહાબેન મુળુભાઇ તગમડીયા (ઉ.વ.૨૦) કોલેજમાં અભ્યાસ કરતી હતી અને તેને પોતાના અભ્યાસ બાબતેનું ટેન્શન રહેતુ હોવાથી મરણ જનાર પોતાના ઘરે પોતાની મેળે જંતુનાશક ઝેરી દવા પી જતા, રાજકોટ સરકારી દવાખાના ખાતે સારવાર માટે લઈ જવામાં આવેલ, ત્યારે સારવાર દરમ્યાન નેહાબેન મરણ ગયેલ હોવાની મરણ જનાર યુવતીના ભાઈ સિધ્ધરાજભાઇ મુળુભાઇ તગમડીયા એ મેંદરડા પોલીસમાં નોંધ કરાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.