મંગળવારે અજા એકાદશી નુ મહત્વ અને પૂજન શ્રાવણ વદ અગિયારસને મંગળવાર તા ૧૯.૮.૨૫ ના દિવસે અજા એકાદશી છે અજા એકાદશી ના દિવસે સવારના વહેલા ઊઠી નીત્ય કર્મ કરી ઘરે શાલીગ્રામ ની પૂજા કરવી શાલીગ્રામ ઉપર ચંદન ચોખા કરી ત્યારબાદ તુલસીનું પાન ચઢાવવુ અબીલ ગુલાલ કંકુ પધરાવવા આ દિવસે ભગવાનને સૂકી ખારેક ખાસ ધરાવી ત્યારબાદ મહાદેવજી ના મંદિરે જઈ શિવલિંગ ઉપર મહાદેવજીને એક જળનો લોટો ચઢાવવો વસ્ત્ર જનોઈ ચંદન ચોખા કરવા અબીલ ગુલાલ પધરાવા ત્યાર બાદ ૐ નમઃ શિવાય ની એક માળા કરવી ત્યારબાદ પીપળે પાણી રેડવું પીપળાની પ્રદક્ષિણા ફરવી આ દિવસે આખો દિવસ ઉપવાસ અથવા એકટાણું રહેવુ જ બપોરની નિદ્રા નો ત્યાગ કરવો એકાદશી ની વ્રત કથા સાંભળવી ભક્તિ અને કીર્તન કરવા રાત્રિના ૧૨ વાગ્યા સુધી નુ જાગરણ કરવુ આ દિવસે બ્રાહ્મણ ભોજન કરાવી શકાય
અજા એકાદશી નો બોધ :-
અજા એકાદશી નો બોધ :- ગમે એવો તાકાત વર માણસ હોય પરંતુ સત્ય સામે તેને એક વાર જુકવુ જ પડે છે ગમે તેવી જીવન મા મુસીબત આવી ભગવાનનુ શરણું લેવાથી મુસીબત માથી છુટકારો મળે જ છે
શાસ્ત્રી રાજદીપ જોશી