Washington, તા.19
રશિયા – યુક્રેન યુદ્ધને લઈને અમેરિકી રાષ્ટ્રપતિના નિર્ણય પર 10માંથી 6 એટલે કે 60 ટકા અમેરિકનોને ભરોસો નથી. આ ખુલાસો પ્યુ રિસર્ચ સેન્ટરના સર્વેમાં થયો છે.
40 ટકાએ યુદ્ધ મુદે ટ્રમ્પ પર ભરોસો દર્શાવ્યો
પ્યુ રિસર્ચ સર્વેમાં 59 ટકા અમેરિકનોએ બન્ને દેશો વચ્ચે ચાલુ જંગને લઈને ટ્રમ્પના નિર્ણય પર વિશ્ર્વાસ નથી વ્યક્ત કર્યો, જયારે 6 ટકાએ માન્યુ છે કે અમેરિકા યુક્રેનને સાથ દઈ રહ્યું છે.
ખરેખર તો શુક્રવારે રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને ટ્રમ્પ વચ્ચે શાંતિ મંત્રણાને લઈને બેઠક થઈ હતી, જેમાં કોઈપણ સહમતી નહોતી સધાઈ. સર્વેમાં 3554 અમેરિકનોને યુદ્ધ સંબંધી સવાલો પૂછવામાં આવ્યા હતા.
શું રશિયાનું આક્રમણ અમેરિકા માટે ખતરો?
રિપોર્ટ મુજબ રિપબ્લીકનની તુલનામાં વધુ ડેમોક્રેટ રશિયાના આક્રમણને અમેરિકી હિતો માટે એક ખતરો માને છે, લગભગ 10માંથી 3 અમેરિકનોએ કહ્યું કે યુક્રેન પર રશિયાનું આક્રમણ અમેરિકી હિતો માટે ખતરો છે. જયારે 10માંથી1 એ કહ્યું કે આ કોઈ મોટો ખતરો નથી.
સમયની સાથે ભરોસો પણ ઓછો થયો
રશિયા-યુક્રેન યુદ્ધના બારામાં બુદ્ધિપૂર્વક નિર્ણય લેવામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ભરોસો રાખનારા અમેરિકનોની ટકાવારીમાં ગત વર્ષ જુલાઈ 2024માં રાષ્ટ્રપતિ ચુંટણી અભિયાન દરમિયાનની તુલનામાં આજે ઘટાડો થયો છે. હવે 40 ટકા લોકોએ માન્યુ છે કે ટ્રમ્પ આ મામલે કામ કરી શકે છે.
જો કે એક વર્ષ પહેલા આ આંકડો 48 ટકા હતો. ગત ઉનાળામાં 81 ટકા અમેરિકનોએ કહ્યું હતું કે તેમને યુદ્ધ પર ટ્રમ્પના નિર્ણય લેવામાં ભરોસો છે. આજે આ ભાગ 73 ટકાએ પહોંચ્યો છે.