રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૮.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૨૭૩ સામે ૮૧૩૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૩૧૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૬૪૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૯૬૬ સામે ૨૪૯૫૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૯૨૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૬ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૦૩૩ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૫૦% ટેરિફ લાદવાનું જાહેર કર્યા બાદથી ભારતે પોતાના ઉદ્યોગોની સુરક્ષા-હિત માટે પગલાં લેવાની શરૂઆત કરી દઈ મહત્વના નિર્ણયો લેવા માંડતાં આજે બજારમાં પોઝિટિવ સેંટિમેન્ટ રહ્યો હતો. વૈશ્વિક મોરચે ટ્રમ્પ અને પુતિન વચ્ચેની મુલાકાત પોઝિટીવ છતાં અનિર્ણિત રહ્યાનું, પરંતુ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે ટ્રમ્પની વોશિંગ્ટનમાં યુરોપના અગ્રણી નેતાઓની ઉપસ્થિતિમાં યોજાનારી મહત્વની મુલાકાતમાં રશીયા-યુક્રેન વચ્ચે સીઝફાયરની પૂરી શકયતાએ આજે વૈશ્વિક બજારોની સાથે સ્થાનિક બજારમાં પણ એકંદર મજબૂતી રહી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને આત્મનિર્ભર બનાવવા વેપારીઓને સ્વેદેશી ચીજોનું વેચાણ કરવા અને મેન્યુફેકચરોને મેક ઈન ઈન્ડિયા માટે જીએસટી દરોમાં ઘટાડા સાથે માત્ર બે સ્લેબ રાખવામાં આવશે એવો સ્પષ્ટ સંકેત રાષ્ટ્રને સંબોધનમાં આપતાં ભારતીય શેરબજાર આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે શેરોમાં ફંડોની આક્રમક તેજી પાછળ ઈન્ડેક્સ બેઝડ બજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, રશિયા તથા યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ લાવવા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તથા યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકી ઉપરાંત યુરોપના દેશોના કેટલાક નેતાઓની બેઠક પૂર્વે મંગળવારે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત બન્યો હતો, જયારે રશિયા પાસેથી ક્રુડ તેલની ખરીદી અટકાવી દેવા અમેરિકાના વ્હાઈટ હાઉસના સલાહકાર દ્વારા ભારતને અનુરોધ કરતા ક્રુડ ઓઈલના વૈશ્વિક ભાવમાં સાધારણ સુધારો જોવા મળ્યો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, ઓટો, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, સર્વિસીસ અને ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૩૭ અને વધનારની સંખ્યા ૨૬૩૧ રહી હતી, ૧૭૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટાટા મોટર્સ ૩.૫૦%, અદાણી પોર્ટ્સ ૩.૧૬%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨.૮૨%, ઈટર્નલ લિ. ૨.૧૫%, ટેક મહિન્દ્ર ૧.૭૦%, કોટક બેન્ક ૧.૫૬%, હિંદુસ્તાન યુનિલિવર ૧.૩૭%, મારુતિ સુઝુકી ૧.૧૭% અને ભારતી એરટેલ ૦.૮૮% વધ્યા હતા, જ્યારે બજાજ ફિનસર્વ ૧.૦૯%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૭૬%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૭૫%, એચસીએલ ટેકનોલોજી ૦.૬૭%, બીઈએલ ૦.૬૫%, એચડીએફસી બેન્ક ૦.૬૨%, લાર્સેન લિ. ૦.૪૪%, ટ્રેન્ટ લિ. ૦.૪૨% અને એનટીપીસી લિ. ૦.૩૭% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૩.૪૩ લાખ કરોડ વધીને ૪૫૪.૪૮ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૯ કંપનીઓ વધી અને ૧૧ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ટેરિફ લાગુ કરવા સંદર્ભમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અનિશ્ચિત નીતિને કારણે વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ચાર મહિનામાં અમેરિકા ખાતે ભારતની નિકાસમાં વાર્ષિક ધોરણે ૨૧% વધારો થઈને ૩૩.૫૦ અબજ ડોલર રહી છે. આ ગાળામાં ભારતની માલસામાનની એકંદર નિકાસમાં વાર્ષિક ધોરણે ૩% વધારો થઈ તે ૧૪૯.૨૦ અબજ ડોલર રહી હોવાનું ગયા સપ્તાહમાં જાહેર થયેલા સરકારી આંકડામાં જણાવાયું હતું. આ ગાળામાં ભારતની એકંદર નિકાસ ૨૭૭.૬૩ અબજ ડોલર રહી હતી. જેમાં સેવા ક્ષેત્રની નિકાસનો આંક ૧૨૮.૪૩ અબજ ડોલર રહ્યો હતો. ભારતના માલસામાન પર અમેરિકાએ ૭ ઓગસ્ટથી ૨૫% ટેરિફ લાગુ કરી છે અને બીજી વધારાની ૨૫% ટેરિફ ૨૭ ઓગસ્ટથી લાગુ કરવા જાહેર કરાયું છે.
ભારતની પ્રથમ ચાર મહિનાની એકંદર નિકાસમાંથી ૨૨% નિકાસ અમેરિકા ખાતે થઈ છે, પરંતુ વર્તમાન મહિનાથી લાગુ થયેલી ટેરિફને ધ્યાનમાં રાખતા આગળ જતા નિકાસ સામે જોખમ જોવા મળી શકે છે. એપ્રિલથી જુલાઈના ગાળામાં અમેરિકા ખાતે નિકાસમાં જંગી વધારાથી નિકાસકારો માટે આગળ જતા ડિસ્કાઉન્ટ ઓફર કરવા સ્થિતિ સાનુકૂળ બની છે, અમેરિકા સાથે વેપાર વાટાઘાટ હાલમાં સ્થગિત થઈ ગઈ છે ત્યારે આવનારા દિવસોમાં કેટલીક સફળતાની અપેક્ષા છે. જ્યાં સુધી ૨૫% ટેરિફ છે ત્યાં સુધી ભારતના નિકાસકારો ડિસ્કાઉન્ટના બોજનો થોડોઘણો હિસ્સો ગ્રહણ કરી શકશે પરંતુ વધારાની ૨૫% ટેરિફના કિસ્સામાં ડિસ્કાઉન્ટમાં વધારો કરવાનું શકય નહીં બને. અમેરિકા-રશિયા વચ્ચે થયેલી મંત્રણા બાદ મળતા સંકેતોમાં ભારત પર વધારાની ટેરિફ લાગુ નહીં થાય તેવી શક્યતા છે.
તા.૨૦.૦૮.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૯.૦૮.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૦૩૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૮૮૦ પોઈન્ટના પ્રથમ અને ૨૪૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૦૮૮ પોઈન્ટ થી ૨૫૧૩૩ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- ટેક મહિન્દ્રા ( ૧૫૦૩ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૮૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૭૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૧૭ થી રૂ.૧૫૨૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૪૨૨ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૯૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૮૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૩૭ થી રૂ.૧૪૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૨૪ ) :- રૂ.૧૨૦૨ નો પ્રથમ તેમજ રૂ.૧૧૯૦ બીજા સપોર્ટથી પર્સનલ કેર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૩૭ થી રૂ.૧૨૪૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- એક્સીસ બેન્ક ( ૧૦૮૭ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૦૩ થી રૂ.૧૧૧૪ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૪૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ઝાયડસ લાઈફસાયન્સીસ ( ૯૯૪ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફાર્મા સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૫૫ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૦૮ થી ૧૦૧૮ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- એસબીઆઈ લાઈફ ( ૧૮૫૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ લાઈફ ઈન્સ્યુરન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૭૩ આસપાસ સપોર્ટથી રૂ.૧૮૪૪ થી રૂ.૧૮૨૮ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૮૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- સન ફાર્મા ( ૧૬૩૭ ) :- રૂ.૧૬૭૩ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૬૮૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૬૧૬ થી રૂ.૧૬૦૬ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૯૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૪૮૩ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૫૨૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૬૦ થી રૂ.૧૪૪૪ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- અદાણી પોર્ટ્સ ( ૧૩૭૨ ) :- પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૦૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૬૦ થી રૂ.૧૩૪૪ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૨૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- જીન્દાલ સ્ટીલ ( ૧૦૦૬ ) :- રૂ.૧૦૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૪૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૯૦ થી રૂ.૯૭૫ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૪૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies