૧૯૯૦ના દાયકામાં, ‘આશિક આવારા’ અને ‘પહેચાન’ જેવી ઘણી અસફળ ફિલ્મોથી સૈફની કારકિર્દી ખોરવાઈ ગઈ
Mumbai, તા.૨૦
આ એક્ટરે કાજોલ સાથે ડેબ્યૂ કરવાની તક મળી, પરંતુ ડાયરેક્ટરે તેને તેની ગર્લફ્રેન્ડ અને ફિલ્મ વચ્ચે પસંદગી કરવાનું અલ્ટીમેટમ આપ્યું. ‘ધર્મસંકટ’ના સમયમાં એક્ટરે તેની ગર્લફ્રેન્ડ પસંદ કરી. પરિણામે, તેની કારકિર્દી નાટકીય શરૂઆતથી શરૂ થઈ, પરંતુ પછીથી તે રોમેન્ટિક હીરોના રોલમાં હિટ બન્યો. જ્યારે તેની કારકિર્દી ડગમગવા લાગી, ત્યારે તેણે વિલનની ભૂમિકા નિભાવીને વાહવાહી લૂંટી. આ એક્ટરે તેની એક્ટિંગથી માત્ર ફેન્સના દિલ જીત્યા જ નહીં, પરંતુ તેના જીવનના ઉતાર-ચઢાવ સાથે હેડલાઇન્સ પણ બનાવી. અમે બોલિવૂડના ‘છોટે નવાબ’ વિશે વાત કરી રહ્યા છીએ, જેનું નામ સાંભળતા જ એક શાહી અંદાડ અને અજોડ એક્ટરની યાદ આવે છે. સૈફ અલી ખાનનો ૫૫મો જન્મદિવસ ૧૬ ઓગસ્ટે છે.પટૌડી પરિવાર સાથે જોડાયેલા સૈફ અલી ખાને એક ઇન્ટરવ્યૂમાં એક્ટિંગ કારકિર્દીમાં તેના સંઘર્ષની સાથે સાથે તેની પહેલી ફિલ્મમાંથી બહાર કાઢવાની કહાની પણ જણાવી હતી. સૈફ અલી ખાને જણાવ્યું હતું કે તેને તેની પહેલી ફિલ્મ ‘બેખુદી’ (૧૯૯૨)માંથી બહાર કાઢવામાં આવ્યો હતોસૈફની ફિલ્મી કારકિર્દી ૧૯૯૩માં યશ ચોપરાની ફિલ્મ ‘પરંપરા’થી શરૂ થઈ હતી, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હતી. આ પહેલા તે રાહુલ રવૈલની ફિલ્મ ‘બેખુદી’માં કાજોલ સાથે ડેબ્યૂ કરવાનો હતો. સૈફે જણાવ્યું હતું કે દિગ્દર્શકે તેને સાફ રીતે કહ્યું હતું કે, ‘ગર્લફ્રેન્ડ છોડી દો અથવા ફિલ્મ છોડી દો.’ જોકે, સૈફે ફિલ્મ છોડી દીધી અને પોતાની ગર્લફ્રેન્ડ પસંદ કરી, આ ઘટના તેમની કારકિર્દીની શરૂઆતમાં એક મોટા આંચકા જેવી હતી.સૈફ અલી ખાનનો જન્મ ૧૬ ઓગસ્ટ ૧૯૬૦ના રોજ દિલ્હીમાં થયો હતો. તે એક શાહી અને સિનેમા પરિવારનો છે. તેના પિતા મન્સૂર અલી ખાન પટૌડી ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન હતા અને માતા શર્મિલા ટાગોર હિન્દી સિનેમાની ફેમસ એક્ટ્રેસ હતી. સૈફે પોતાનું સ્કૂલિંગ લોરેન્સ સ્કૂલ, સનાવર અને પછી યુકેની લોકર પાર્ક સ્કૂલ અને વિન્ચેસ્ટર કોલેજમાં કર્યું હતું. જોકે, તેણે પોતે સ્વીકાર્યું હતું કે તેને અભ્યાસમાં બહુ રસ નહોતો.સૈફની એક્ટિંગ યાત્રા ઉતાર-ચઢાવથી ભરેલી હતી. ૧૯૯૦ના દાયકામાં, ‘આશિક આવારા’ અને ‘પહેચાન’ જેવી ઘણી અસફળ ફિલ્મોથી સૈફની કારકિર્દી ખોરવાઈ ગઈ. પરંતુ, ૧૯૯૪માં ‘યે દિલ્લગી’ અને ‘મૈં ખિલાડી તુ અનાડી’ એ તેને એક ખાસ ઓળખ આપી.