New Delhi તા.20
પોસ્ટ ઓફિસો હવે કોઈપણ બેન્ક ગ્રાહકો પાસેથી યુપીઆઈ પેમેન્ટનો સ્વીકાર કરી શકશે. અત્યાર સુધી ટેકનીકલ કારણોસર પોસ્ટ ઓફિસોમાં યુપીઆઈ પેમેન્ટ માત્ર ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ખાતા પુરતુ જ સીમિત હતુ.
પોસ્ટ ઓફિસ દ્વારા 5800 કરોડનો ‘ઉન્નત ડાક પ્રોજેકટ’ સમગ્ર દેશમાં લાગુ કર્યો છે. તેનાથી પોસ્ટ ઓફિસ વિશ્વસ્તરીય સાર્વજનીક લોજીસ્ટીક સંગઠન તરીકે કામ કરી શકશે.
કેન્દ્રીય સંચારમંત્રી જયોતિરાદિત્ય સિંધીયાએ કહ્યું કે ઉન્નત ડાક પ્લેટફોર્મને વિશ્વ સ્તરીય બનાવવા માટે મોબાઈલ આધારીત સેવા તથા રીયલ ટાઈમ નિર્ણય લેવાની સુવિધામાં ઉપયોગ થઈ શકશે.