New Delhi,તા.21
આગામી સમયમાં આવી રહેલા જીએસટી સુધારામાં સૌથી મહત્વનું લાંબા સમયથી જે ચર્ચામાં છે તે વિમા પ્રીમીયમ પર હાલ 18% જીએસટી છે તે શુન્ય અથવા નીલ કરી દેવા અને લોકો આરોગ્ય-જીવન વિમા સહિતની જે વિમા પોલીસીમાં મેળવે છે તેને આ રીતે ટેક્ષના ભારણથી દુર કરવા નિર્ણય લેવાયો છે પણ તે બુમરેંગ સાબીત થાય તેવી શકયતા છે.
વિમા કંપનીઓ જે હાલ 18% જીએસટી સામે જે ઈનપુટ ટેક્ષ ક્રેડીટનો લાભ છીનવાઈ જશે તો વિમા પોલીસી ઉલટાનું મોંઘી થશે તેવી ચીમકી ઉચ્ચારી છે. લાંબા સમયથી વિમા પ્રિમીયમ પર જીએસટી રદ કરવા અથવા ઘટાડવા પર ચર્ચા ચાલુ છે અને જીએસટી કાઉન્સીલ પણ તેના પર હજું નિર્ણય લઈ શકી ન હતી પણ હવે જે રીતે કેન્દ્ર સરકારે જીએસટીમાં બે સ્લેબ- સામે વ્યાપક સુધારાનો નિર્ણય લીધો છે.
તેમાં અનેક ઉત્પાદનો સેવાઓ પરનો જીએસટી ઘટાડવા-શૂન્ય કરવા પ્રસ્તાવ કર્યો છે. જેમાં અંતિમ નિર્ણય નાણામંત્રી નિર્મલા સીતારામનના અધ્યક્ષપદ હેઠળની જીએસટી કાઉન્સીલની લેશે પણ વિમા પ્રિમીયમ પર જીએસટી ઘટાડવાથી પોલીસી ધારકને ખરેખર કેટલો લાભ થશે તેની ચર્ચા થઈ હતી.
વિમા કંપનીઓનો દાવો છે કે જો વિમા પ્રિમીયમ પર જીએસટી રદ કરાય તો કંપનીઓ જે ઈનપુટ ટેક્ષ ક્રેડીટનો લાભ લઈ શકશે નહી તો કંપનીઓ માટે વિમા પ્રીમીયમ વધારવા સિવાય કોઈ વિક્લ્પ રહેશે નહી.
વિમા કંપનીઓ જે રીતે વિમા પ્રોડકસ ઓફર કરવા માટે જે રીતે વિવિધ સેવાઓનો ઉપયોગ કરે છે. જેમાં એજન્ટના કમીશન વિ. માં તેઓ જીએસટી ભરે છે પણ તે વિમા પોલીસી પર જીએસટીની સામે તેમાં ઈનપુટ ટેક્ષ ક્રેડીટ એટલે કે તેણે કરેલા ખર્ચ પરનો જે જીએસટી ભર્યો હોય છે તે વળતર રૂપે પરત મેળવે છે જેથી તેનું કુલ જીએસટી ચૂકવણું ઘટી જાય છે.
વિમા કંપનીઓનો દાવો છે કે તેમનો જો ખર્ચ વધશે તો તેના માટે વિમા પ્રીમીયમ વધારવા સિવાય વિકલ્પ રહેશે નહી અને નવી પોલીસી ધારકને લાભ થાય નહી. વિમા કંપનીઓને કોઈ ફાયદો થશે.
હાલ વિમા કંપનીઓ તેના પ્રોડકટ-પોલીસી પર ડિસ્ટ્રીબ્યુશન-ટેકનોલોજી-સર્વિસ પર જે ખર્ચ કરે છે તેનો લાભ જીએસટીની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ વ્યવસ્થાથી તેણે ભરેલો ટેક્ષ પરત મેળવે છે જે મેળવી શકે નહી તો તે વિમા પ્રીમીયમ દર વધારી દેશે પણ સરકાર મકકમ છે કે તે લોકોને વ્યક્તિગત કે પારિવારિક પોલીસી પર લાભ આપવા માંગે છે. હવે તેમાં કઈ રીતે માર્ગ કાઢવામાં આવે છે તેના પર સૌની નજર છે.

