Surat તા.21
સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારનો ભોરીંગ છૂટતો ન હોય તેમ હવે પોલીસના સીનીયર મહિલા અધિકારી લાંચ લેતા ઝડપાયા છે. વ્યારામાં ટ્રેનીંગ એસપી તરીકે કાર્યરત ડીવાયએસપી નિકિતા સિરોયા તથા હેડ કોન્સટેબલ એવા તેમના રાયટર દોઢ લાખની લાંચ લેતા પકડી પાડવામાં આવ્યા હતા. નિકિતા સુરતના પૂર્વ મેયરની પુત્રી છે.
સુરત શહેરના પૂર્વ મેયર અસ્મિતાબેન શિરોયાની દીકરી નિકિતા શિરોયા થોડાક સમય પહેલા જ યુપીએસસીની પરીક્ષા પાસ કર્યા બાદ ગુજરાત સરકારના પોલીસ વિભાગમાં એસીપી તરીકે નિમણૂક થઈ હતી અને હાલ પ્રોબેશન એસીપી તરીકે તાપી જિલ્લાના STSC સેલમાં કાર્યરત છે.
ત્યારે કાકડાપાળ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી તથા તેમના કુટુંબીજનો તથા તેમના બે મિત્રો એમ કુલ-8 જણા વિરૂધ્ધ કાકરાપાર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ તથા દહેજ પ્રતિબંધક ધારા મુજબનો ગુનો દાખલ થયેલ છે. જેની તપાસ SP નિકિતા શિરોયા હેઠળ ચાલી રહી હતી.
ફરિયાદીના મિત્રો અને કુટુંબીજનોને એરેસ્ટ નહીં કરવાના બદલામાં અને હેરાનગતિ નહીં કરવાના બદલામાં ડી.વાય.એસ.પી. નીકીતા શીરોયા અને હેડ કોન્સેટબલ નરેન્દ્રભાઇ રમણભાઇ ગામીત એકબીજા મળીને સૌપ્રથમ ફરિયાદી પાસે રૂ 4,00,000ની લાંચની માંગણી કરેલ હતી.
પરંતુ રકઝકના અંતે રૂ.1,50,000 આપવાનું નક્કી થયેલ હતું. પરંતુ ફરિયાદી આ લાંચની રકમ આપવા માગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપતાં આજ રોજ લાંચનું છટકું ગોઠવવામાં આવેલ હતું અને છટકા દરમ્યાન હે.કો. નરેન્દ્રભાઇ રમણભાઇ ગામીત ફરિયાદીના રહેણાંક વાળી એલ એન્ડ ટી કોલોની બહાર જાહેર રસ્તા ઉપર ખાનગી ગાડી લઈને લાંચના નાણા લેવા આવેલ હતા.
પરંતુ આરોપીને શંકા જતાં લાંચના નાણા સ્વીકાર્યા વગર જ પોતાની ખાનગી ગાડી લઈને ભાગી જઈ ગુનો કર્યા જેને લઇ ફભબ વિભાગ દ્વારા તાપી જિલ્લાના એસ.સી.એસ.ટી. સેલના એસીપી નિકિતા શિરોયા અને તેમના રાઇટર નરેન્દ્ર રમણભાઈ ગામીત વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે
જોકે એસીપી લેવલનો અધિકારી એક લાખ રૂપિયા કરતા વધુ પગાર હોવા છતાં પણ લાંચ માંગતા હોય અને પકડાઈ ગયાનો આ મોટો કિસ્સો સામે આવ્યો છે.