Amreli,તા.21
ગુજરાતના દરિયાકાંઠે માછીમારોની મુશ્કેલીઓ વધી રહી છે. તાજેતરમાં અમરેલી જિલ્લાના જાફરાબાદ નજીક આવેલા શિયાળબેટની બે બોટ દરિયામાં લાપતા થઈ ગઈ છે. આ બંને બોટમાં કુલ 16 માછીમારો સવાર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ સ્થાનિક બોટ એસોસિએશને તાત્કાલિક કોસ્ટ ગાર્ડને જાણ કરી છે અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.મળતી માહિતી અનુસાર, ગુમ થયેલી બોટના નામ ‘લક્ષ્મી પ્રસાદ’ અને ‘ધનવંતરી’ છે. દરેક બોટમાં આઠ-આઠ માછીમારો સવાર હતા. આ બોટનો સંપર્ક તૂટી જતાં માછીમાર પરિવારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.