Jasdan તા.ર1
જસદણ કોર્ટમાં જસદણ તાલુકાના ફરીયાદી અમીતભાઇ એમ.રામાણી સુરતના ગોડદરા ખાતે રહેતા આરોપી એવા સુધાબેન પી.નાયકને વર્ષોથી ઓળખતા હોય અને કૌંટુંબીક સબંધો હોય જેથી ધંધાકીય કામકાજ અર્થે આરોપીને કટકે કટકે કુલ 4,90,000 અંકે રૂપીયા ચાર લાખ હજાર હાથ ઉછીના વગર વ્યાજે આપેલ હતા .
અને જેની પ્રોમીસરી નોટ સુરત મુકામે 16/0ર/ર0ર1ના રોજ બનાવવામાં આવેલ અને આરોપીઓ ફરીયાદીને ઓનલાઇન કટકે કટશે 40,000 અંકે ચાલીસ હજાર ટ્રાન્સફર કરવામાં આવેલ અને બાકી લેની રકમ 4,55,000 અંકે રૂપીયા ચાર લાખ પચાસ હજાર બાકી હોય જેનો આરોપીએ ફરીયાદીને એકસીસ બેન્ક તા.રપ/0ર/ર0રરનો ચેક પ01367 નંબરવાળો ચેક આપવામાં આવેલ હોય તે ચેક ફરીયાદીએ જસદણની બેન્ક ઓફ ઇન્ડીયાની શાખામાં તા.7/6/ર0રરનો વટાવતા ફંડ ઇન્સફીશીયન્ટના શેરા સાથે પરત કરેલ જેથી ફરીયાદીએ વકી મારફતે આ કેસ જસદણના ન્યાયાલયના પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ અને એડી.ચીફ જયુડી. મેજી. કે.એન.દવેની કોર્ટમાં કેસ ચાલી જતા ફરીયાદી તેનો કેસ નિ:સંકપણે સાબીત કરવામાં નિષ્ફળ નીવડેલ છે.
જેથી આ કામના આરોપીને ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ રપપ(1) અન્વયે ધી નેગોશીયેબલ ઇન્સટ્રુમેન્ટ એકટ 1881ની કલમ 138 મુજબના ગુનાના તહોમતમાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ. આ કેસમાં આરોપી તરફે વિદ્યાન વકીલ વિનેશભાઇ એન.વાલાણી રાકાયેલ હતાં.